સુરત શહેરમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના (home minister harsh sanghavi) હસ્તે વેસુ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ (Inauguration of vesu police station) કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાને રાજ્યમાં ધૂમ સ્ટાઈલમાં ફાસ્ટ બાઈક ચલાવતા વાહનચાલકોને ચેતવણી આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતુ કે, નિયમ તોડીને (driving rules in india) બાઈક ચલાવનારા (Harsh Sanghavi on fast rider bike) સામે કડક પગલા ભરવામાં આવશે.
કડક પગલા લેવા આદેશ ગૃહ રાજ્યપ્રધાને (home minister harsh sanghavi) ધૂમ સ્ટાઈલમાં બાઈક (Harsh Sanghavi on fast rider bike) ચલાવતા વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાઈક ચલાવવું એ ગુનો નથી, પરંતુ એ બાઈક તમે કેવી રીતે ચલાવો છો. નિયમ તોડીને (driving rules in india) ચલાવો છો. ધનિક માતાપિતા બાળકોને મોંઘા બાઈક અપાવે તેનો વાંધો નથી, પરંતુ નિયમો (driving rules in india) તોડી અને રાજ્યના કોઈ પણ રાહદારીને એનાથી નુકસાન પહોંચાડવામાં આવશે તો તે નહીં ચાલે. આવા બાઈક રાઈડર્સ સામે કડક પગલાં ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગૃહ પ્રધાનની ચેતવણી ગૃહ રાજ્યપ્રધાને ઉમેર્યું (home minister harsh sanghavi) હતું કે, રાજ્યભરમાં આની ડ્રાઈવ પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈએ બાઈક ઓવરસ્પીડ ચલાવવું હોય તો પોતાની અલગથી જગ્યા લઈ ત્યાં રસ્તો બનાવી દો, પરંતુ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવશે. તો ત્યાં તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવશે.