સુરત : સુરત શહેરમાં ખુદ રક્ષક જ કાયદાનો ભંગ કરી રહ્યો છે તેવી એક ઘટના સામે આવી છે. શહેરના આમરોલી પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી જેની ગાડીમાં નંબર પ્લેટ ન હતી, કાળાકાચ હતા, પિયુસી ન હતી અને વધુમાં ગાડી નો-પાર્કિગમાં પાર્ક હતી. શહેરના એક જાગૃત નાગરિકે ટ્રાફિક પોલીસને બોલાવીને પોલીસ કર્મચારી જોડે દંડ ભરાવ્યો હતો. આ પોલીસ કર્મચારી આમરોલી પોલીસ સ્ટેશનના સર્વલેન્સ સ્ટાફમાં ફરજ બજાવે છે.
ઘટનાનો વિડીયો થયો વાઇરલ
જાગૃત નાગરીક મેહુલ બોધરાએ જણાવ્યું હતું કે, કાયદો બધા માટે એક સમાન છે, પરંતુ કાયદોનો અમલ કરાવનારી પોલીસ પોતે જ કાયદાનો ભંગ કરી રહી છે, જેનાથી સમાજમાં એક ખોટો મેસેજ ફેલાઇ રહ્યો છે. લોકોમાં જાગૃક્તા લાવવા અને પોલીસને કાયદાનું ભાન કરાવવા માટે તેને તાત્કાલિક ટ્રાફિક પોલીસને બોલાવી તેની પાસે દંડ ભરાવરાયો હતો. આ બાબતે થોડી રકઝક પણ થઇ હતી, ત્યારબાદ તેનો મેમો ફાડવામાં આવ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાઇરલ થયા બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
આ પણ વાંચો : હદ છે, સાયકલ ચાલકને પણ મેમો આપી શકાય!
આ પણ વાંચો : રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારી, કારનો મેમો ગોંડલના એક્ટિવા ચાલકને પહોંચ્યો