- કોરોનાના દર્દીએ ખરાબ દિવસો એક દિવસે તો પૂર્ણ થશે તેવો સંદેશ આપ્યો
- અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં સારવાર મેળવતા કોરોના પોઝિટિવ દર્દીએ
- સુરતના અલ્થાન ખાતે આવેલા અટલ કોવિડ કેર સેન્ટરમાં દર્દીએ ગાયા ગીત
સુરતઃ એક તરફ સુરતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની વચ્ચે શહેરમાં નકારાત્મકતાની અસર સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ કોરોના પોઝિટિવ દર્દી પોતાના ગીતના માધ્યમથી લોકોને સકારાત્મક અભિગમ સંદેશ આપી રહ્યા છે. સુરતના અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં સારવાર મેળવી રહેલા કોરોના પોઝિટિવ દર્દીએ 'આને વાલા પલ જાને વાલા હૈ' ગીત ગાઈને સંદેશ આપ્યો હતો કે પરિસ્થિતિ ભલે વિકટ હોય પરંતુ ખરાબ દિવસો એકના એક દિવસે પૂર્ણ થઈ જશે.
આ પણ વાંચોઃ સુરતમાં કોવિડ કેર સેન્ટરમાં પ્રોફેશનલ રેપર દ્વારા દર્દીઓને રેપ સોંગ સંભળાવવામાં આવ્યા
કોરોના પોઝિટિવ દર્દીની સ્થિતિ તેઓ જ સમજી શકે
કોરોના પોઝિટિવ આવ્યા પછી વિચારો નેગેટિવ થઈ જતા હોય છે અને ચારે બાજુ નેગેટિવિટી જોવા મળે છે. પરિવારથી દૂર હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની સ્થિતિ તો માત્ર તેઓ જ સમજી શકે છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ સકારાત્મક અને સકારાત્મક વિચારો થકી કેવી રીતે સારવારનો સમય પસાર કરી શકાય એ અંગે સુરતના અલ્થાન ખાતે આવેલા અટલ કોવિડ સેન્ટરમાં દર્દીએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ બન્યું ભક્તિમય
લોકોને ગીત સંભળાવી દર્દીઓને આપી હિંમત
છેલ્લા કેટલાક સમયથી સુરતમા કેસો વધી રહ્યા છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં સુરતના વિશાલ ભાટિયા પણ સંક્રમિત થયા હતા. ઓક્સિજન ઓછું થતા તેઓને જ્યારે સારવાર માટે અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે દર્દીઓ સામે ગીત પણ ગાયું હતું. આ સાથે જ તેમણે દર્દીઓને હિંમત આપી હતી.