- સુરતમાં સફાઈ કામદારે કર્યો આપઘાતનો પ્રયાસ
- મ્યુનિ. કચેરી ખાતે જ કામદારે ફિનાઈલ પીધું
- ઉચ્ચ અધિકારી ત્રાસ આપતા હોવાનો કામદારનો આક્ષેપ
સુરતઃ સફાઈ કામદારનું કહેવું છે કે, મારી વાતને વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નિરાકરણ ન આવતા ફિનાઈલ પીધું છે. સફાઈ કામદાર પાસેથી એક લેટર પણ મળી આવ્યો છે. ફિનાઈલ પીનાર વ્યક્તિ પાસેથી એક લેટર પણ મળી આવ્યું હતું. તે લેટરમાં કર્મચારી યુનિયન તરફથી પાલિકા અધિકારીઓને કરવામાં આવેલી રજૂઆતોનું કાગળ પણ મળી આવ્યું હતું. આ કાગળ પર એમ લખવામાં આવ્યું હતું કે, અઠવા ઝોન ગવિયરના અધિકારી VBDCના દિલીપ પટેલ સફાઈ કામદારોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ખેતીવાડી તથા ઘરનું કામ તથા અન્ય કામ આપવામાં ન આવે તો તેઓ દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
સફાઈ કામદારનું ફિનાઈલ પીને આપઘાતમાં કોઈ તપાસ થશે કે?
સુરત મહાનગર પાલિકાના મુખ્ય કચેરીમાં જ સફાઈ કામદાર દ્વારા ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસથી કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા. આપઘાત કરનાર વ્યક્તિ પાસેથી જે કાગડીયા મળ્યા છે તે કાગળને આધારે સુરત મ્યુનિસિપલ કમિશનર તપાસ કરશે કે તે હવે જોવાની વાત છે.