- સુરતમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં
- 18 થી 45 વયના 2.52 લાખ લોકોએ મુકાવી રસી
- એક દિવસમાં 20 હજાર લોકોને આપવામાં આવી રસી
સુરત :કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં લોકો સંક્રમણથી સુરક્ષિત થવા માંગે છે. તેમાં પણ 18 થી 44 વર્ષની વયના લોકોમાં વેકસીનેસનને લઈ ભારે ઉત્સાહ છે. સરકાર દ્વારા ટુકડે-ટુકડે અને મર્યાદિત વેકસીનનો જથ્થો આપવામાં આવી રહ્યો હોવાની અને સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશનની અનેક સમસ્યા હોવા છતાં પણ સુરતમાં એક જ માસમાં 18 થી 45 વર્ષની વયના 2.52 લાખ લોકોએ વ્યક્તિનો પ્રથમ ડોઝ મુકાવી લીધો છે..
18 થી 44ના લોકોને ભારે ઉત્સાહ
સુરતના આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે ETV Bharat ને જણાવ્યું હતું કે, એક મહિનાની અંદર 18 થી લઈને 44 વર્ષના લોકોમાં વેક્સિનેસન ને લઈ ભારે ઉત્સાહ છે. આ વર્ગમાં એક મહિનાની અંદર બે લાખથી વધુ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. અત્યારે મહાનગરપાલિકા 5000 લોકોને ઓનલાઈન સ્લોટ આપે છે, જે આવનાર દિવસોમાં 20 હજાર પ્રતિ દિવસે થઈ જશે. વેકસીનનો બગાડ ન થાય આ માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે. સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે અને સુરતમાં અત્યાર સુધી સૌથી ઓછું વેક્સિનેશન બગાડ થયું છે અને આવનાર દિવસોમાં આ પણ ન થાય એ માટે નહીં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આણંદમાં મૃત વ્યક્તિએ મૂકાવી રસી, પરિવારને મળ્યો SMS
20 હાજાર લોકો પ્રતિદિવસ
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરીની શરૂઆત પહેલા જ શહેરમાં એક દિવસમાં 50 હજાર કરતાં વધુ લોકોને વેક્સિન મુકાવી શકાય તે રીતની વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. ઘણા દિવસો સુધી પ્રતિદિન 50 હજાર જેટલા લોકોને રસી મુકવામાં આવી હતી પરંતુ રસીની અછત થતાં વેક્સિન ની કામગીરી મંદ પડી હતી હાલમાં પ્રતિદિન 20 હજાર જેટલા લોકોને રસી મુકવામાં આવી રહી છે .વેકસીનનો જથ્થો મળતા આ કામગીરી વધુ વેગથી કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં બુધવારે વધુ 1147 લોકોએ કોરાનાની રસી લીધી