ETV Bharat / city

મન મે ફૂટા લાલચ કા લડ્ડૂ: ACBને મળી મોટી સફળતા - સુરતમાં લાંચ ક્રાઈમ કેસ

સુરત શહેરના કતારગામ ફાયર વિભાગમાં ફરજ (Bribery Case in Surat) નિભાવતા વર્ગ-3નો કર્મચારી લાંચ લેતો ઝડપાયો છે. રૂપિયા 10 હજારની લાંચ (Bribery of Fire Department Personnel) લેતા ઝડપાઈ જતા ચકચાર મચી છે. જેને લઈને ACB પોલીસે (Surat ACB police) ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મન મે ફૂટા લાલચ કા લડ્ડૂ: ACBને મળી મોટી સફળતા

author img

By

Published : Aug 9, 2022, 10:16 AM IST

સુરત : રાજ્યમાં લાંચ લેવાના કિસ્સાઓ ખતમ થતાં નથી. દિવસેને દિવસે સતત પોલીસ લાંચ (Bribery Case in Surat) કે અન્ય કેટલાક પ્રકારની લાંચોના કિસ્સાઓ સામે આવતા જતા હોય છે, જેને લઈને સુરતમાં દિવસે દિવસે ACB ટ્રીપ થઈ રહી છે. તેમાં છતાં અહીં નાના-મોટા કર્મચારીઓ, પોલીસ ઈન્સ્પેક્ટર-કોન્સ્ટેબલઓનું પેટ ભરાતું નથી. હજારથી લાખો સુધીનો ભ્રષ્ટાચાર (Corruption case in Surat) ક્યારેક સામે આવ્યા કરતો હોય છે. જેને લઈને અંતે ACB ટ્રીપમાં પણ ફસાઈને જતા હોય છે. તે જ રીતે શહેરના કતારગામ ફાયર વિભાગમાં ફરજ નિભાવતા દિલીપ દવે જેઓ ફાયર વિભાગમાં વર્ગ-3નો કર્મચારી છે. તેઓ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી હતી. તેમને ACB પોલીસે ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

ACB ટ્રેપની ટૂંક વિગત - આ કામના ફરિયાદી સુરત મહાનગરપાલિકામાં નોકરીયાતની તબિયત (Bribery Crime Case in Surat) ખરાબ રહેતા તેઓ દિન- 17 ફરજ પર ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર રહેલા દિવસોનો પગાર બનાવવા બાબતે આ કામના આરોપીને મળતા આ કામના આરોપીએ પગાર બનાવવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂપિયા 10,000ની લાંચની (Bribery of Fire Department Personnel) માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. જેથી ફરીયાદીએ ACBનો સંપર્ક (Surat ACB Police) કરી ફરિયાદ આપેલી હતી.

આ પણ વાંચો : ACB detained Central government employees: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા

જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 10,000ની લાંચની રકમ સ્વીકારી પકડાઈ જઈ ગુનો સામે આવ્યો હતો. હાલ આ મામલે ACB પોલીસે ડિટેઇન કરી આગળની (Bribery Case in Gujarat) કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારી વિભાગમાં સારો પગાર સારી નોકરી હોવા છતાં કેટલાક લોકો આ પ્રકારની હરકતો સામે આવતા અન્ય સારા કર્મચારી પર તેમના છાંટા ઉડતા હોય છે. જેને લઈને પુરો વિભાગ બદનામ થતો હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.