- ખેડૂતોને વિજળી સમયસર ન મળતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો
- કોલસાની અસર હવે ખેતીની વીજળી પર પણ જોવા મળી રહી છે
- આગોતરી જાણકારી આપ્યા વગર 1 કલાકનો વીજ કાપ મુકાયો
સુરત: સુરતના ખેડુતો દ્વારા ખેતીમાં વીજ કાપના પ્રશ્ન અંગે આજે રવિવારે રજુઆત કરવામાં આવી હતી. તેમજ Cotton Federation of India ના ગુજરાત રિજીયનનાં ડિરેકટર જયેશ. એન. પટેલે પણ રાજ્યનાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ(Energy Minister Kanubhai Desai)ને ખેતીમાં 1 કલાકનો વીજ કાપ પાછો ખેંચવા માંગ કરી છે. ઉર્જા મંત્રીએ પખવાડીયામાં આ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે. તેમજ તેમને જણાવ્યું હતું કે, આયાતી કોલસાની અછતને કારણે આ સ્થિતિ સર્જાઈ છે તેમજ શેરડીના પાકને કોઈ નુકશાન નહી થાય તે પ્રકારે નિર્ણય લેવા ખાતરી આપી હતી.
વિજળી ન મળતા પાકને થઇ શકે છે નુકસાન
સુરત જિલ્લાના મોટાભાગના ગામોમાં રોટેશન પ્રમાણે ચોક્કસ ફીડરોમાં દિવસે અને રાત્રે વિજળી મળી રહી છે. સરકાર દ્વારા ખેતી માટે 12 કલાક દિવસમાં વિજળી આપવાની જાહેરાત કરાઇ હતી. 1 લાખ એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર ચાલી રહ્યું છે પરંતું છેલ્લા ધણા સમયથી વિજળીની અછતનાં કારણે ખેડુતોને જનરેટર ચલાવવાનો વારો આવ્યો છે. તેને લીધે ડીઝલનો વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે તે ખેડૂતોને પોસાતો નથી.
આગોતરી જાણકારી આપ્યા વગર 1 કલાકનો વીજ કાપ મુકાયો
ગુજરાત ખેડુત સમાજનાં પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારે ખેડુતોને કોઈપણ પ્રકારની આગોતરી જાણકારી આપ્યા વગર 1 કલાકનો વીજ કાપ મુક્યો છે. મુખ્યપ્રઘાન વિજય રૂપાણી એ ખેતીને 12 કલાક વિજળી આપવાની જાહેરાત કરી હતી. તેનો વિજ કંપનીઓના અધિકારીઓ દ્વારા અમલ કરાયો નથી. રોટેશન પ્રમાણે ચોક્કસ ફીડરોમાં આજે પણ રાત્રે વિજળી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર
આ પણ વાંચો : કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન