સુરતઃ શહેરના અમરોલીમાં રહેતી પરિણીતાના લગ્ન 2006માં અમરોલીમાં રહેતા યુવાન સાથે થયા હતાં. તેઓને 11 વર્ષનો પુત્ર છે, પરંતુ પતિ સાથે અવાર ઝગડો થતા મહિલાની નજર કારખાનામાં કામ કરતા કારીગર સાથે મળી ગયી હતી. જેથી પરિણીતાએ પતિ સાથે છૂટાછેડા લેવાની વાત કરી હતી. જેથી રોષે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાં બંધ કરી કટરના ઘા ઝીક્યાં હતાં.
આ મામલે પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં પોતાના જ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપી પતિની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.