ETV Bharat / city

Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા

ઓલપાડનાં સરસ ગામે હોળી (Holi 2022) દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે.

Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા
Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા
author img

By

Published : Mar 18, 2022, 12:43 PM IST

ઓલપાડ: ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી (Holi 2022) દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. બે વર્ષ સુધી કોરોના મહામારીને લઈને ગ્રામજનો સિવાય અન્ય લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ કોરોના ગાઈડલાઇન માં છૂટ છાટ મળતા સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Holi 2022 : અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા

આ પણ વાંચો: હોળી પર્વે પર સોમનાથ મહાદેવને અબીલ ગુલાબનો શણગાર

સરસ ગામમાં વર્ષોથી ચાલી આવી છે પ્રણાલિકા : ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે. હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ છે. સુરત શહેરથી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામમાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રથાને અંધ શ્રધા કહો કે શ્રધા પણ આ ગામમાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમથી હોળ ની ઉજવણી કરે છે. જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો 5થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. 5 વર્ષના બાળકથી લઇ 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે.

સુરત સહિત આજુબાજુના જિલ્લાના લોકો આવે છે સરસ ગામ : ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પરેજ જીવન વિતાવે છે. સરસ ગામના લોકોને પર આવીજ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે, ઓલપાડ ગામના લોકોજ નહી, પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે. 7 ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે. આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરત સહિત આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આ પણ વાંચો: ફાગણ માસ અને ધૂળેટીનો તહેવાર લેખકો, કવિઓની રચનાઓ માટે સુંદર સમન્વય બનતો હોય છે

બાપ દાદાના વખતથી ચાલી આવે છે આ પરંપરા : સરસ ગામે બાપ દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે પણ ગામજનો ચાલે છે. તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહીં, પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ અંગારામાં ચાલી શકાય છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે, પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના અંગારા પર ચાલી શકાતું નથી.

For All Latest Updates

TAGGED:

Holi 2022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.