ETV Bharat / city

હવામાનની આગાહીના પગલે આ જિલ્લાઓમાં 'અત્ર તત્ર સર્વત્ર' વરસાદ, જૂઓ વીડિયો

હવામાન વિભાગની આગાહીના (Meteorological Department Forecast for Rain) કારણે સુરતમાં (Heavy Rain in Surat) સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. અહીં વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ 6 ઈંચ જેટલો વરસાદ (Heavy Rain in Valsad) ખાબક્યો હતો.

હવામાનની આગાહીના પગલે આ જિલ્લાઓમાં 'અત્ર તત્ર સર્વત્ર' વરસાદ, જૂઓ વીડિયો
હવામાનની આગાહીના પગલે આ જિલ્લાઓમાં 'અત્ર તત્ર સર્વત્ર' વરસાદ, જૂઓ વીડિયો
author img

By

Published : Jun 30, 2022, 1:55 PM IST

સુરતઃ હવામાન વિભાગે (Meteorological Department Forecast for Rain) રાજ્યમાં આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેવામાં સુરતમાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. અહીં વહેલી સવારથી જ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ (Heavy Rain in Surat) પડ્યો હતો. આના કારણે લોકોએ ઠંડક અનુભવી હતી. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે (Locals faced so many problems due to Rain) આવ્યા હતા.

હવામાનની આગાહીના પગલે આ જિલ્લાઓમાં 'અત્ર તત્ર સર્વત્ર' વરસાદ

લોકોને ગરમીમાંથી રાહત - સુરતમાં હજી તો વરસાદી માહોલ બરાબર જામ્યો નથી. ત્યારે ચોમાસું શરૂ થતાં દર વર્ષે જે પ્રકારે વરસાદ પડે છે તેવો વરસાદ હજી સુધી પડ્યો નથી. જેથી લોકો ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. સુરતમાં આજે (ગુરુવારે) સવારથી જ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જોકે, કેટલીક જગ્યાએ હજી પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે.

ખેડૂતોને રાહત - વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ વરસાદના કારણે સવારમાં કામકાજ પર જતા લોકોને મુશ્કેલીનો (Locals faced so many problems due to Rain) અનુભવ કરવો પડ્યો હતો. વરસતા વરસાદમાં લોકોએ બ્રિજ નીચે વાહનો ઊભા રાખવાની ફરજ પડી હતી. તો કેટલાક લોકોએ પલળતા પલળતા ઓફિસ કે કામકાજના સ્થળે જવાની ફરજ પડી હતી. જ્યારે વરસાદના કારણે ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે.

આ પણ વાંચો- ગુજરાત માથે મોટું જોખમ?, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું

વલસાડમાં મેઘ તાંડવ - બીજા જિલ્લાની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં પણ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ (Heavy Rain in Valsad) પડ્યો હતો. વલસાડ તાલુકામાં માત્ર 4 કલાકમાં 6 ઈંચ વરસાદ પડતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અહીં વાપીમાં 50, પારડીમાં 80 અને ધરમપુરમાં 23 મીમી વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગરનાળામાં પાણીનો ભરાવો થતાં અનેક વાહનચાલકો અટવાઈ ગયા હતા.

આ પણ વાંચો- વા વાયાને વાદળ ઉમટ્યા: આગામી 5 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

આ વિસ્તારમાં પડી હાલાકી - વલસાડમાં (Heavy Rain in Valsad) 6 ઈંચ વરસાદના કારણે તિથલ રોડ, એમ. જી. રોડ, છીપવાડ, હાલાર રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, મોગરાવાડી અને વલસાડના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ વાહનચાલકો અને સ્થાનિકોએ પણ અનેક મુશ્કેલી (Locals faced so many problems due to Rain) વેઠવી પડી હતી. અહીં ઉમરગામમાં 14 મીમી, કપરાડા અને ધરમપુરમાં 1-1 ઈંચ, વાપીમાં 1.44 મીમી, પારડીમાં 3.6 અને વલસાડ શહેરમાં 6.4 ઈંચ વરસાદ પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.