ન્યૂઝ ડેસ્કઃ રાજ્યમાં વરસાદને લઇને કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્ય પર સાયક્લોનિક સિસ્ટમ સર્ક્યૂલેશન સર્જાતા આગામી 3 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યું છે. હવે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 70 ટકા વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે એટલે કે 16 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી છે, તો બીજી તરફ જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
-
Fairly widespread falls likely over south Rajasthan, Ghat areas of Madhya Maharashtra and Konkan & Goa on 15th August; over Chhattisgarh on 15th & 16th; over Odisha & Telangana on 15th and over Saurashtra & Kutch on 18th & 19th August: IMD https://t.co/Dop9THKNFT
— ANI (@ANI) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Fairly widespread falls likely over south Rajasthan, Ghat areas of Madhya Maharashtra and Konkan & Goa on 15th August; over Chhattisgarh on 15th & 16th; over Odisha & Telangana on 15th and over Saurashtra & Kutch on 18th & 19th August: IMD https://t.co/Dop9THKNFT
— ANI (@ANI) August 15, 2020Fairly widespread falls likely over south Rajasthan, Ghat areas of Madhya Maharashtra and Konkan & Goa on 15th August; over Chhattisgarh on 15th & 16th; over Odisha & Telangana on 15th and over Saurashtra & Kutch on 18th & 19th August: IMD https://t.co/Dop9THKNFT
— ANI (@ANI) August 15, 2020
આવતી કાલે 17મીના રોજ સૌરાષ્ટ્રના કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદની આગાહી છે. આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા અને ગાંધીનગરમાં આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 19મીના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરતમાં ખાડી પૂર
સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે ખાડીઓ ઓવરફલો થઇ છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ની સ્થિતિ સર્જાઈ છે. હવામાન ખાતા મુજબ આવનાર પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેને લઇ સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ થઈ ગયું છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છેડવામાં આવી રહ્યું છે.
વડોદરા પર પૂરનો ખતરો
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વડોદરા શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરા શહેરની જીવાદોરી સમાન આજવા ડેમની સપાટી વધીને 208.50 ફૂટ થઇ છે અને વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 10 ફૂટે પહોંચ્યા બાદ ફરી ઘટીને 9.75 ફૂટ થઇ ગઇ હતી. આજવા સરોવરના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે જેમ વિશ્વામિત્રીની જળ સપાટી વધશે તેમ તેમ વડોદરામાં પૂરનો ખતરો વધતો જશે.