ETV Bharat / city

Hat Politics: પીએમ મોદીના માથે શોભિત કેસરી રંગની ટોપી આજે દેશભરમાં ચર્ચાનો વિષય, જાણો ક્યાં થઈ હતી તૈયાર - ગુજરાત વિધાનસભા ચૂંટણી

જ્યારે દેશના વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેસરી રંગની ટોપી (Orange hat)પહેરે તો ચોક્કસથી ગુજરાતના અને અન્ય રાજ્યોમાં થનાર ચૂંટણીમાં તેની ઉપયોગીતા વધી જતી હોય છે. આ ટોપી મતદાતાઓને મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરશે.

Hat Politics: પીએમ મોદીના માથે શોભિત કેસરી રંગની ટોપી સુરતમાં થઈ હતી તૈયાર આજે દેશભરમાં બની છે ચર્ચાનો વિષય

author img

By

Published : Mar 12, 2022, 10:33 PM IST

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેમની કેસરી રંગની ટોપી રાજકારણમાં ટોપી પોલિટિક્સની (Hat politics in hat politics) શરૂઆત કરી દીધી છે. અમદાવાદ પ્રવાસ દરમિયાન તેમની કેસરી રંગની ટોપી દેશભરના રાજકારણીઓ અને નિષ્ણાતો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે, પણ જાણીને આશ્ચર્ય થશે કે તેમની આ ટોપી સુરતના વેપારીએ ડિઝાઇન કરી છે.

કેસરી રંગની ટોપી આકર્ષણનું કેન્દ્ર બની---વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણમાં માઈક્રો પ્લાનિંગ માટે જાણીતા છે, તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેના આ પ્રવાસ દરમિયાન તેમને પહેરેલી કેસરી રંગની ટોપી આકર્ષણનું કેન્દ્ર બની છે, એટલું જ નહીં રાજકારણના પંડિતો આ ટોપીને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી કેસરી રંગની ટોપી પહેરે તો, ચોક્કસથી ગુજરાતના અને અન્ય રાજ્યોમાં થનાર ચૂંટણીમાં તેની ઉપયોગીતા વધી જતી હોય છે. આ ટોપી મતદાતાઓને મનોવૈજ્ઞાનિક રીતે પણ અસર કરશે, પરંતુ હાલ જે રીતે આ ટોપીની ચર્ચાઓ ચાલી રહી છે તો તમને બતાવી દઈએ કે, આ ટોપી ખાસ ટેક્સટાઇલ સીટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

ટોપી કોટન કાપડ માંથી તૈયાર---સુરતના સાડીના મોટા ઉદ્યોગપતિ(Big sari businessman from Surat) અને લક્ષ્મીપતિ મિલના માલિક સંજય સરાઉગીએ આ ખાસ કેસરી રંગની ટોપી ડિઝાઇન કરી છે, તેઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા તેઓ ગુજરાત પ્રદેશ પ્રમુખ C R પાટીલ ને મળ્યા હતા, વાતચીત દરમિયાન આ ખાસ ડિઝાઇનની ટોપી બનાવવાનો કોન્સેપ્ટ આવ્યો હતો. કેસરી રંગની ટોપી કોટન કાપડમાંથી તૈયાર કરવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ગરમીના સિઝનમાં થયો છે. રોડ શો દરમિયાન તેમને અવગડતા ન થાય એ માટે ખાસ કાળજી લેવામાં આવી.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit: PM મોદી અને મોહન ભાગવત અને અમિત શાહ પણ અમદાવાદમાં, સંયોગ કે આયોજન?

ભરતકામની પાતળી પટ્ટી ---તેઓએ સાથે જણાવ્યું હતું કે, આ ટોપી સીધી પહેરવામાં આવે કે ઊંઘી બંને તરફ કમળના નિશાન (Lotus marks)જોવા મળે છે. સાથોસાથ ગુજરાતી ભાષામાં BJP લખેલું સ્પષ્ટપણે વાંચી શકાય છે. ટોપી પર ડિઝાઇનર રીતે ભરતકામની પાતળી પટ્ટી જોવા મળશે, જેના ઉપર બીજેપી અને કમળ દોરવામાં આવ્યું છે. આવનાર દિવસોમાં આ ટોપી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જોવા મળશે હાલ પાંચ થી સાત હજાર જેટલી ટોપીઓ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : સંગઠન વધુ મજબૂત કરો, ટોપી અને ખેસ હવે ભાજપની ઓળખ

કેસરી રંગની ટોપીમાં દેશના તમામ ચૂંટણી રાજ્યોમાં જોવા મળશે---અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) પ્રચારમાં પ્રથમવાર ભાજપની ટોપી પોલિટિક્સ લઈને ઉતરશે. 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ટાર્ગેટમાં 150 બેઠકો પર વિજય મેળવવાનો નિશ્ચિત કર્યું છે, ત્યારે આ ટોપી પોલિટિક્સ ભાજપને કેટલી ફળશે એ તો આવનાર દિવસોમાં ખબર પડશે. પરંતુ અત્યાર સુધી લાલ રંગની ટોપી સમાજવાદી પાર્ટી અને સફેદ રંગની ટોપી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના માથે જોવા મળતી હતી ,પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓની કેસરી રંગની ટોપીમાં દેશના તમામ ચૂંટણી રાજ્યોમાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.