પોલીસ એફિડેવિટ મુદ્દે નાણાં વિભાગ મંજૂરી આપશે તો હટાવી દઈશું, ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન - ગ્રેડ પે મુદ્દે નિવેદન આપતા હર્ષ સંઘવી
રાજ્યગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસકર્મીઓ માટે ગૃહવિભાગે જાહેર કરેલા પેકેજમાં એફિડેવિટ મુદ્દે અસંતોષ છે તેની રજૂઆત થઇ છે. આ મુદ્દે તેમણે નાણાં વિભાગને રજૂઆત કરી છે અને નાણાં વિભાગ મંજૂરી આપશે તો એફિડેવિટ હટાવી દેવામાં આવશે. Harsh Sanghvi on Police affidavit issue , Finance Ministry approval For Grade Pay package , Harsh Sanghvi statement on grade pay issue
સુરત રાજ્યના પોલીસ કર્મીઓ માટે ગૃહ વિભાગે પેકેજ જાહેર કર્યું હતું પરંતુ એફિડેવિટ મુદ્દે પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. આ મુદ્દે સુરત ખાતે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા નાણાં વિભાગને રજૂઆત કરી છે. નાણાં વિભાગ અમને મંજૂરી આપશે તો અમે એફિડેવિટ હટાવી દઈશું.
એફિડેવિટને લઈ ભ્રામક પ્રચાર હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એફિડેવિટને લઈ ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રથમ વાર છે કે પોલીસ વિભાગમાં એફિડેવિટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ અગાઉ અન્ય સરકારી મહેકમમાં આ પ્રક્રિયા ચાલે છે. ગુજરાત પોલીસમાં કાર્યરત પોલીસકર્મીઓને યોગ્ય પેકેજ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. એમાં રાજકારણ ન થવું જોઈએ.
એફિડેવિટ હટાવી દઈશું ગ્રેડ પે મુદ્દે નિવેદન આપતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગ્રેડ પેના આધારે દર મહિને મળતી રકમ કઈ રીતે વધે તે મહત્વનું છે. દેશના અલગ અલગ રાજ્યમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો. આ મુદ્દો રાજનૈતિક લોકો અમારા પોલીસ સ્ટાફને અલગ દિશામાં લઇ જવાના પ્રયત્નો માટે કરે છે. ગુજરાત સરકાર પોલીસની નાની સમસ્યા દૂર કરવા સરકાર કટિબદ્ધ છે. નાણાં વિભાગને રજૂઆત કરી છે. દાદ ફરિયાદ કમિટી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. નાણાં વિભાગ અમને મંજૂરી આપશે તો અમે એફિડેવિટ હટાવી દઈશું.