ETV Bharat / city

Happy Birthday PM: સુરતના એક કલાકારે MS મેટલથી PM Modiની થ્રીડી ઈમેજવાળી ફ્રેમ બનાવી - મેટલના એક્સપર્ટ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) આજે 71મો જન્મદિવસ છે. ત્યારે દેશવિદેશથી તેમના ચાહકો તેમને શુભેચ્છા આપી રહ્યા છે. તો સુરતના એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોખંડની MS મેટલથી થ્રીડી ઈમેજવાળી એક ફ્રેમ બનાવી જોરદાર કારીગરી કરી છે. આ ફ્રેમની વિશેષતા એ છે કે, કોઈ પણ ખૂણાથી તમે આ ફ્રેમને જોતા હશો. તો તમને લાગશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તમને જોઈ રહ્યા છે.

Happy Birthday PM: સુરતના એક કલાકારે MS મેટલથી PM Modiની થ્રીડી ઈમેજવાળી ફ્રેમ બનાવી

author img

By

Published : Sep 17, 2021, 2:17 PM IST

  • સુરતના કલાકારે બનાવેલી આ ફ્રેમની પહોળાઈ 30 ઈંચ જ્યારે લંબાઈ 28 ઈંચ છે
  • નજીકથી આ ફ્રેમ કોઈ પણ ખૂણાથી જોતા લાગશે કે વડાપ્રધાન મોદી તમને જોઈ રહ્યા છે
  • પહેલા પાવડર કોટિંગ કર્યા પછી ઓઇલ પેઈન્ટથી વડાપ્રધાન મોદીની તસવીરને કલર કર્યો હતો

સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) લોખંડથી લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (Statue of Iron Man Sardar Vallabhbhai Patel) બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે સુરતના તેમના એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) લોખંડની MS મેટલથી 3D ઈમેજવાળી ફ્રેમ બનાવી છે, જે દૂરથી જોવા પર સામાન્ય ફ્રેમ જેવી લાગશે, પરંતુ નજીકથી આ ફ્રેમ કોઈ પણ ખૂણાથી જોતા લાગશે કે, વડાપ્રધાન મોદી તમને જોઈ રહ્યા છે.

પહેલા પાવડર કોટિંગ કર્યા પછી ઓઇલ પેઈન્ટથી વડાપ્રધાન મોદીની તસવીરને કલર કર્યો હતો

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, જૂઓ તેમની કેટલીક રસપ્રદ તસવીરો...

પ્લેટને જોડવા માટે નટ બોલ્ટનો ઉપયોગ કરાયો

સુરતના કલાકાર જિગ્નેશ જરીવાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) જન્મદિવસ નિમિત્તે એક ખાસ 3D ફ્રેમ તૈયાર કરી છે. આ ખાસ લોખંડની એમએસ મેટલથી બનાવવામાં આવી છે. આ ફ્રેમની પહોળાઈ 30 ઈંચ અને લંબાઈ 28 ઈંચ છે. ખાસા લોખંડના એમએસ મેડલથી તૈયાર છે, જેના કારણે તેનું વજન 30 કિલોથી વધુ છે. સ્કલ્પચરની વિશેષતા એ છે કે, આ લોખંડના એમએસ મેટલથી તૈયાર કરવામાં આવી છે, જેની ઉપર પેઈન્ટિંગ કરાયું છે. આ પહેલાં પાવડર કોટિંગ કર્યા પછી ઓઇલ પેન્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) તસવીરને કલર કરવામાં આવી છે. આથી લોખંડના ફ્રેમ પર કાટ નહીં લાગે. જ્યારે આ પ્લેટને એકબીજા સાથે જોડવા માટે નટ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુરતના કલાકારે બનાવેલી આ ફ્રેમની પહોળાઈ 30 ઈંચ જ્યારે લંબાઈ 28 ઈંચ છે

આ પણ વાંચોઃ ટીકાઓને હથિયાર બનાવનાર ચપળ નેતા એવા નરેન્દ્ર મોદીની કેવી હતી રાજકીય સફર

આ ફ્રેમને 7 ભાગમાં વહેંચવામાં આવી છે

આ અંગે કલાકાર જિગ્નેશ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ ફ્રેમ તૈયાર કરવામાં 5 લોકોની ટીમે મહેનત કરી છે, જેમાં મેટલના એક્સપર્ટ પણ સામેલ છે. જ્યારે મેં પેઈન્ટિંગ કર્યું છે. દૂરથી જોવા પર આ એક સામાન્ય ફોટા ફ્રેમ જેવું લાગશે. તમે જેમ જેમ લોકો આ ફ્રેમની નજીક જશો ત્યારે તેમને આ મેટલ પ્લેટ નજર આવશે. પહેલાં અમે સામાન્ય તસવીર પર ડેમો તૈયાર કર્યો હતો અને ત્યારબાદ મેટલ પ્લેટ પર તસ્વીર બનાવી. લોકો કોઈ પણ એન્ગલ પર જોશે તો તેમણે લાગશે કે, તસવીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમને જોઈ રહ્યા છે. પહેલા 2D અને ત્યારબાદ 3D ઈફેક્ટથી પ્રેમને બનાવવામાં આવી છે. આ ફ્રેમને 7 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલાં 2 ફ્રેમ ત્રિરંગા નજર આવશે અને બાકીના પાંચ ફ્રેમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની તસવીર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.