સુરત: સુરત ખાતે આયોજિત 36 મી નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસ પુરુષ સિંગલ ફાઇનલમાં (Table Tennis Men's Singles Final) ગુજરાતના હાર્મિત દેસાઈએ હરિયાણાના સૌમ્યજીત ઘોષ ને 4-0 થી હરાવીને ગોલ્ડ જીત્યો છે.તેં સાથે જ હર્મિત દેસાઈએ ફરી એક વખત સુરત અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે. જોકે આ જીતની સાથે જ સુરતની જનતાએ હર્મિત દેસાઈ જોડે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા માટે ની લાઈનો લગાવી હતી.આ જીત ની સાથે જ રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી આ સંઘવી તમામ ખેલાડીઓને શુભેચ્છા આપવા માટે આવી પહોંચ્યા હતા. તથા ગુજરાતની ગોલ્ડ મેડલ અપાવનાર હર્મિત દેસાઈ ને મળી તેમને પણ શુભેચ્છા પાઠવી હતી.
લોકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે: આજનો દિવસ મારી માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કારણ કે, સુરત માટે આ સપનું હતું જે આજે આજે પૂર્ણ થયું છે અને આટલી ટફ મેચ જ્યાં શરદ કમલ, જી સત્યેન જેવા ખેલાડીઓ રમ્યા હોય ત્યાં હું આ ગેમ જીતી શકું આ મારા માટે ખૂબ જ મોટી વાત છે. મારા માટે આ ત્રીજી નેશનલ ગેમ્સ હતી અને જે રીતે અહીં સુવિઘા આપવામાં આવી તેં અદભુત હતી. તંત્ર દ્વારા પણ ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ઇન્ટરનેશનલ લેવલનું સ્ટેડિયમ છે તે રીતે લોકોને પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે, આગળના દિવસોમાં સુરત ખૂબ જ આગળ વધશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની તૈયારી: વધુમાં જણાવ્યું કે, હવે આગળ હું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે કાલે ચાઇના જઈ રહ્યો છું. તો મારી માટે નેશનલ ચેમ્પિયનશિપ (National Championship surat) એક તૈયારી નો ભાગ હતો અને ત્યાં પણ હું ઉત્કૃદ પ્રદર્શન કરી શકું તેવી મારી કોશિશ છે. આ છેલ્લા સિંગલ મેચમાં બધાની મારી ઉપર આશા હતી કે, હું જીતુ અને મારી સામે સૌમ્ય જીતે પણ મારી ઉપર ખૂબ જ પ્રેસર કર્યું હતું પરંતુ મેં માઈન્ડ સેટ રાખીને આ ગેમ જીતી છે.
તંત્ર દ્વારા ખેલાડીઓના સ્વાગતની તૈયારીઓ શરૂ: 29 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાનના હસ્તે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમની શરૂઆત (36th National Game begins at Narendra Modi Stadium) કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જે રીતે આ આયોજન કર્યું છે તે રીતે ગુજરાત સરકારે ગુજરાતના લોકોનો સાથ સહકાર મેળવી ફક્ત ત્રણ મહિનાની અંદર જ આ 36 મી નેશનલ ગેમ્સ ની તૈયારીઓ પૂર્ણ કરી છે. આ ગેમ્સ ગુજરાતના ગાંધીનગર અમદાવાદ ભાવનગર રાજકોટ સુરત થવા જઈ રહ્યું છે. આ તમામ શહેરોના તંત્ર દ્વારા આ તમામ ખેલાડીઓના સ્વાગત ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ટેબલ ટેનિસની ટુર્નામેન્ટમાં ફેરફાર: વધુમાં જણાવ્યું કે, ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ (Table tennis tournament) કોઈક કારણોસર વહેલી રાખવામાં આવી હતી. જે સુરત ખાતે ત્રણ દિવસ પહેલા શરૂ કરવામાં આવી હતી અને આજે તેનો સમાપન કરવામાં આવ્યું છે. મેં આજે અહીં ઘણા રાજ્યોના ખેલાડીઓ સાથે મળ્યો તેમની જોડે મારી ચર્ચાઓ થઈ કેટલાક રાજ્યોના ખેલાડીઓ આ બીજી કે ત્રીજી વખત નેશનલ ગેમ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓએ ગુજરાત સરકાર અને સુરતના નાગરિકોનો આભાર માન્યો છે. આ તમામ ખેલાડીઓ ખૂબ જ ઉત્કૃપ પ્રદર્શન કર્યું છે તથા ગુજરાતની સંસ્કૃતિ- ખાન પાનની મોજ પણ માળી છે.