હૈદરાબાદ: દરેક બહેન રક્ષાબંધનના અવસર પર તેના ભાઈ માટે રાખડી ખરીદે છે. આ એક તહેવાર છે જે પરંપરાગત ભાઈ-બહેનના બંધનની ઉજવણી કરે છે. તે શ્રાવણના પૂર્ણીમાં એટલે કે, મહિનાના છેલ્લા દિવસે ઉજવવામાં આવે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટમાં આવે છે. જો કે મોટી બ્રાન્ડ્સથી લઈને વ્યક્તિગત લેબલ સુધી રાખડીના ઘણા કલેક્શન છે, પરંતુ ગુજરાતના આ ડિઝાઈનરએ રાખીના કલેક્શનને એક અલગ લેવલ પર પહોંચાડ્યું છે. ભાઈ-બહેનના બંધનના શુભ દોર સાથે મોંઘા પથ્થરનો ઉપયોગ કરીને તે અનોખી 'ડાયમંડ રાખડી' બનાવી છે.
આ પણ વાંચો : આ રક્ષાબંધનના તહેવારે એક પણ આદિવાસી ભાઈનો હાથ સુનો નહીં રહે
-
Gujarat | Diamond Rakhis being sold in Surat ahead of the festival of Rakshabandhan
— ANI (@ANI) August 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
We have made eco-friendly rakhis that are made up of recycled gold while diamond has been used in a special way. It will cost around Rs 3,000 to Rs 8,000: Rajnikant Chachand, Businessman pic.twitter.com/Cv9D7kaowp
">Gujarat | Diamond Rakhis being sold in Surat ahead of the festival of Rakshabandhan
— ANI (@ANI) August 2, 2022
We have made eco-friendly rakhis that are made up of recycled gold while diamond has been used in a special way. It will cost around Rs 3,000 to Rs 8,000: Rajnikant Chachand, Businessman pic.twitter.com/Cv9D7kaowpGujarat | Diamond Rakhis being sold in Surat ahead of the festival of Rakshabandhan
— ANI (@ANI) August 2, 2022
We have made eco-friendly rakhis that are made up of recycled gold while diamond has been used in a special way. It will cost around Rs 3,000 to Rs 8,000: Rajnikant Chachand, Businessman pic.twitter.com/Cv9D7kaowp
રાખીની કિંમત હજારોમાં : માત્ર કિંમતી ઘરેણાં જ નહીં, પરંતુ ગુજરાત સ્થિત બિઝનેસે પણ રિસાયકલ કરેલા સોનાનો ઉપયોગ કરીને 'ડાયમંડ રાખી'ના ઉત્પાદનમાં ઈકો-ફ્રેન્ડલી આઈડિયાનો ઉપયોગ કર્યો હતો. ANIને માહિતી આપતાં બિઝનેસમેન રજનીકાંત ચાચંદે કહ્યું કે, અમે ઇકો-ફ્રેન્ડલી રાખડીઓ બનાવી છે જે રિસાઇકલ સોનાથી બનેલી છે, જ્યારે હીરાનો ખાસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત 3,000 થી 8,000 રૂપિયાની આસપાસ હશે. એજન્સી અનુસાર, આ હીરાની રાખડીઓ ગુજરાતના સુરત શહેરમાં બિઝનેસમેન રજનીકાંત ચાચંદ દ્વારા વેચવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rakshabandhan 2022 : 1500 રાખડીઓથી સ્વામિનારાયણ ભગવાન સજ્યા, રક્ષાકવચ જશે વિદેશમાં
ટપાલ વિભાગે વોટર પ્રૂફ પરબિડીયાઓ : સંદેશાવ્યવહાર મંત્રાલય હેઠળના પોસ્ટ વિભાગે રક્ષાબંધનના તહેવાર માટે રાખડીને દૂર-દૂરના સ્થળોએ મોકલવા માટે ખાસ રાખી પરબિડીયાઓ બહાર પાડ્યા છે. આ વર્ષે ભાઈ-બહેનના પ્રેમના બંધનનું પ્રતિક રક્ષા બંધન 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, આ એન્વલપ્સની ડિઝાઇન અનોખી છે અને તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ અને ટીયરપ્રૂફ છે. તે 11x22 સેમી કદની છે અને આકર્ષક ડિઝાઇનમાં રૂપિયા 15માં આવે છે. આ રાખી પરબિડીયાઓનું વેચાણ દિલ્હીની પોસ્ટ ઓફિસોમાં પહેલેથી જ શરૂ થઈ ગયું છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં પોસ્ટિંગ માટે 8 ઓગસ્ટ સુધી અને અન્ય રાજ્યોમાં રાખડી મોકલવા માટે 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.