સુરત રાજ્યમાં આ મહિને 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાત પહેલી વખત આ ગેમ્સની યજમાની કરવા (national games 2022 gujarat) જઈ રહ્યું છે. આ માટે રાજ્ય સંપૂર્ણપણે તૈયાર પણ છે. ત્યારે હવે 4 સપ્ટેમ્બરે અમદાવાદમાં કટન લેઝર કાર્યક્રમ યોજાશે. સુરતમાં ગણેશોત્સવમાં ઉપસ્થિત રહેવા આવેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Gujarat Home Minister Harsh Sanghavi) આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
કેન્દ્રિય પ્રધાનો રહેશે ઉપસ્થિત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (Gujarat Home Minister Harsh Sanghavi) જણાવ્યું હતું કે, નેશનલ ગેમ્સમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિત કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (amit shah news latest), કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગસિંહ ઠાકુર (anurag thakur latest news) પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ખેલમહાકુંભનું ઈનામ વિતરણ પણ અહીંથી જ કરવામાં આવશે. આ 36મી નેશનલ ગેમ્સ (national games 2022 gujarat) રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર જેવા મોટા શહેરોમાં કરાશે.
આ પણ વાંચો ગોલ્ડન બોય સુરતના હરમીતનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત, પરીવારની આંખોમાં હર્ષ છલકાયો
વિવિધ રમતોનું આયોજન ગૃહ રાજ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું (Gujarat Home Minister Harsh Sanghavi) કે, રાજ્યમાં નેશનલ ગેમ્સના (national games 2022 gujarat) આયોજન માટે ભવ્ય ઉજવણી થઈ શકે તે માટે સરકારે વિશેષ આયોજન કર્યું છે. સાથે જ વિવિધ રમતોને અલગ અલગ રીતે પ્રોત્સાહન મળે તે માટે આ તમામ શહેરોમાં વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો એક જ પરિવારના ત્રણ ચેમ્પિયન અને ત્રણ નેશનલ રેફરી, પરિવારે પામી અનોખી ઓળખ
ખેલમહાકુંભ કાર્યક્રમને જોડાયો વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ નેશનલ ગેમ્સનું કટન લેઝર કાર્યક્રમ 4 સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે યોજાશે. આ કટન લેઝર કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત આપશે. આ ઉપરાંત કેન્દ્રિય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર હાજરી આપશે. રાજ્યના મુખ્યમંત્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રમત 2022ના કટન લેઝરની સાથે સાથે ખેલ મહાકુંભ પણ આ જ (khel mahakumbh 2022 gujarat ) કાર્યક્રમ સાથે જોડવામાં આવ્યો છે.