ETV Bharat / city

Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ - Politics of Gujarat

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના આશરે એક હજારથી વધુ કાર્યકર્તા જોડાયા હોવાનો દાવો AAPના પ્રદેશ પ્રવક્તા દ્વારા કરાયો છે. પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસમાં ભાજપના 400થી પણ વધુ કાર્યકર્તાઓ આપમાં સામેલ થયા છે. સુરતના દરેક વિસ્તારમાંથી આ કાર્યકર્તાઓ આપમાં જોડાયા હોવાનો દાવો આપ દ્વારા કરાયો છે.

xxx
Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપc
author img

By

Published : Jun 14, 2021, 5:26 PM IST

  • વિધાનસભા ચૂંટણી -2022ને લઈને તૈયારીઓ શરૂ
  • સુરત આમ આદમી પાર્ટીએ કર્યો મોટો દાવો
  • રાજ્યની રાજનીતિની હલચલ

સુરત : વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election-2022) યોજાઈ શકે છે. જેને લઈને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ (Congress) સહિત હવે આમ આદમી પાર્ટી (Aam Admi Party) પણ તડામાર તૈયારીઓ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ( Arvind Kejriwal) અમદાવાદની મુલાકાત પણ લઈ લીધી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી એ દાવો કર્યો છે કે , સુરત મહાનગરપાલિકા(Surat Municipal elections) ની ચૂંટણીના પરિણામ બાદથી અત્યાર સુધીમાં માત્ર ભારતીય જનતા પાર્ટીના એક હજારથી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

છેલ્લા 8 થી 10 દિવસમાં 400થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા

યોગેશભાઈએ જણાવ્યું હતું કે, હાલ લોકોમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ નારાજગી છે. અત્યાર સુધીમાં ભાજપ સામે કોઈ સક્ષમ પક્ષ ન હતો. જેના કારણે સામાન્ય રીતે લોકોનો ભારતીય જનતા પાર્ટી તરફથી ઝુકાવ વધારે હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે રીતે ગઈ તેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે ચૂંટાઈને આવ્યા છે અને તેમની કાર્યપદ્ધતિ જોઈને લોકો આકર્ષિત થયા છે . ચૂંટાઈને આવેલા લોકોની ઈમાનદારી, નિષ્ઠાને જોઈ અને પ્રેરાઈને માત્ર સુરતમાં જ ભાજપના 1000 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એટલું જ નહીં છેલ્લા 8 થી 10 દિવસમાં 400થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. પર્વત પાટિયા, પુણાગામ,અઠવાલાઇન્સ, વેસુ જેવા વિસ્તારથી પણ કાર્યકર્તાઓ જોડાયા છે.

cccc
Gujarat Assembly Election-2022: કેજરીવાલ મુલાકાતથી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધ્યો વ્યાપ

આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડીની સફાઇને લઇ અનોખો વિરોધ

પાટીદાર વિસ્તારમાંથી જ ભાજપના અનેક કાર્યકર્તાઓ આપમાં જોડાયા

સુરત મહાનગરની ચૂંટણીમાં 116 બેઠકમાંથી 27 બેઠક પર આમ આદમી પાર્ટીના નગરસેવકો ચૂંટાઈને આવ્યા છે. આ તમામ નગરસેવકો પાટીદાર સમાજ બહુલ વિસ્તારમાં વિજય થયા છે. આ વિસ્તારમાં જે રીતે આપનું પ્રદર્શન રહ્યું છે અને પાટીદાર સમાજનો એક વર્ગ જે રીતે કોંગ્રેસની જગ્યાએ આપને પસંદ કરી રહ્યો છે. તેના કારણે ભાજપના અને કાર્યકર્તાઓ આપમાં જોડાઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ હાલજ ભાજપ દ્વારા જે યુથ વિંગના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે તેમાં મોટાભાગના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને પદ ન મળવાના કારણે પણ અનેક કાર્યકર્તાઓ હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે . સૌથી અગત્યની વાત એ છે કે સુરતના પાટીદાર વિસ્તારમાંથી જ ભાજપના અનેક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીના કાર્યાલયના થયું ઉદ્ઘાટન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.