ETV Bharat / city

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં તિરંગા યાત્રા યોજી કેજરીવાલ મોડલ હાવી કરવા 'આપ'નો પ્રયાસ - કાર્યકર્તાઓ ગુજરાતના ગેલમાં આવી ગયા

આમ આદમી પાર્ટી પંજાબ વિધાનસભાની ચૂંટણીને જાણે સંજીવની બૂટી માની રહી છે. પંજાબમાં જીતની ઉજવણી ગુજરાતભરમાં થઈ રહી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રા યોજી હજારોની સંખ્યામાં એકત્ર થઇ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં(Gujarat Assembly Election 2022) વિજય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જાણો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશે ETV Bharatને શું જણાવ્યું.

Gujarat Assembly Election 2022: પંજાબમાં જીત બાદ ગુજરાતમાં તિરંગા યાત્રા યોજી કેજરીવાલ મોડલ હાવી કરવાનો 'આપ'નો પ્રયાસ

author img

By

Published : Mar 17, 2022, 8:32 PM IST

સુરત: આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર પક્ષ છોડી ભાજપમાં જોડાયા હતાં. ત્યારબાદ કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી હતી. પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય બાદ ગુજરાતના આપના કાર્યકર્તાઓમાં જાણે ઊર્જાનો નવો સંચાર થઈ ગયો છે. જીત પંજાબમાં થઈ છે પરંતુ દરેક જિલ્લામાં તિરંગા યાત્રા યોજી (Triangular Yatra organized in district) આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉજવણી કરી રહી છે.

કોંગ્રેસ વિકલ્પ નથી આ લોકો સમજી ગયા
કોંગ્રેસ વિકલ્પ નથી આ લોકો સમજી ગયા

6 ચૂંટાયેલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં - સુરત મહાનગરપાલિકામાં(Surat Municipal Corporation) 27 જેટલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ચૂંટાઈને આવ્યા(The corporator was elected by you) હતા. પ્રથમવાર ગુજરાત આમ આદમી પાર્ટીએ સુરતથી ખાતું ખોલ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અશ્વસ્થ થઈ ગઈ હતી કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તે ભાજપને બરાબરીની ટક્કર આપશે. પરંતુ ફેબ્રુઆરી માસમાં આમ આદમી પાર્ટીના 6 જેટલા ચૂંટાયેલા કોર્પોરેટર પક્ષનો દામણ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારબાદ ચર્ચા ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે નહીં. બીજી બાજુ આક્ષેપો થઈ રહ્યા હતા કે કોર્પોરેટર ભાજપ આજે તેઓએ પૈસાની લાલચ પોતાના પક્ષ છોડ્યો છે. એટલુ જ નહી આ આક્ષેપો કરનાર પોતે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હતા.

પંજાબ વિધાનસભાની ચૂંટણી જાણે સંજીવની બૂટી

આ પણ વાંચો: left BJP and joined AAP: મનીષા કુકડીયા આપમાં પરત ગયાં પણ લોકમાનસમાં સવાલ, લોકપ્રતિનિધિઓ માટે લોકસેવા મજાક છે?

પંજાબ વિધાનસભાની ચૂંટણી જાણે સંજીવની બૂટી - નિરાશામાંથી પસાર થઈ રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માટે પંજાબ વિધાનસભાની ચૂંટણી જાણે સંજીવની બૂટી સાબિત થઈ છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં બમ્પર જીત(bumper win in your Punjab) હાસિલ કરી છે. જીત ભલે પંજાબમાં થઈ હોય પરંતુ કાર્યકર્તાઓ ગુજરાતના ગેલમાં આવી ગયા(Activists came to Gail in Gujarat) છે. પંજાબની જીતની ઉજવણી ગુજરાત ભરમાં થઈ રહી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રા યોજી હજારોની સંખ્યામાં એકત્ર થઇ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: જાણો, શા માટે AAP છોડી ભાજપમાં જોડાયા કોર્પોરેટર જ્યોતિકા લાઠીયા

ગામડાઓ સુધી પહોંચવા પ્રયાસ - આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જોધવાણી ETV Bharat ને જણાવ્યું હતું કે પંજાબમાં ભવ્ય વિજય મળતાં જ અમે ગુજરાતના દરેક જિલ્લાઓમાં તિરંગા યાત્રા કાઢી રહ્યા છે અમદાવાદમાં આશરે પાંચ હજાર જેટલા કાર્યકર્તાઓ એકત્ર થયા હતા. જ્યારે રાજકોટમાં ત્રણ હજાર અને સુરતમાં ચાર હજારથી વધુ કાર્યકર્તાઓએ તિરંગા યાત્રા કાઢી હતી. અમે માત્ર શહેરોમાં જ નહીં પરંતુ દરેક ગામડાઓ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે જેના કારણે લોકો ને ખબર પડે કે કઈ રીતે દિલ્હી બાદ પંજાબમાં લોકો કેજરીવાલ મોડેલ પસંદ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રા યોજી હજારોની સંખ્યામાં એકત્ર થઇ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

કોંગ્રેસ વિકલ્પ નથી એ લોકો સમજી ગયાં - અન્ય કાર્યકર્તા વિલાસ પાટીલે જણાવ્યું હતું કે જ્યારે છ કોર્પોરેટર ભાજપમાં જોડાયા ત્યારે લોકો આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વસનીયતા ન ગુમાવે આ ચિંતા હતી. પરંતુ દિલ્હી બાદ જે રીતે પંજાબમાં આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય મળ્યો છે તેના કારણે માત્ર પંજાબના જ નહીં, પરંતુ ગુજરાતના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ છે. કેજરીવાલ મોડલ ચોક્કસથી ગુજરાતમાં આવશે અને લોકો પસંદ કરશે. ભાજપ સામે કોંગ્રેસ વિકલ્પ નથી એ લોકો સમજી ગયા છે અને આપ તરફ વળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.