સુરત: કાપડ ઉદ્યોગ પર GST 5 ટકા (GST In Textile Industry)થી વધારીને 12 ટકા કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે આયોજિત 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022' (vibrant gujarat global summit 2022)ની પ્રી-સમિટ ઈવેન્ટ 'Weaving Growth for Textile'માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે GST મુદ્દે નિવેદન (CR Patil on raising GST) આપતા જણાવ્યું હતું કે, GSTને લઇને આંદોલન (textile trader agitation gst)ની વાતો થઇ રહી છે, જેમાં રાજકીય હિત પાછળ હોઈ શકે છે. CM પટેલ કેન્દ્ર સરકારને પત્ર લખી GST યથાવત રાખવા રજૂઆત કરશે.
અનેક વાર રજૂઆતો છતાં કોઈ નિર્ણય ન લેવાતા આંદોલનનો નિર્ણય
GST કાઉન્સિલ દ્વારા કાપડ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યું છે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ પગલાંને લઇને કાપડ ઉદ્યોગ (surat textile industry)માં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિર્ણય નહીં લેવાતા વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. 30મી ડિસેમ્બરના રોજ સુરત કાપડ માર્કેટ એક દિવસ બંધ (surat textile market close) રાખવામાં આવશે. GSTમાં 7 ટકાનો વધારો થતા કાપડના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કાપડના વેપારીઓ સહિત સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન દર્શના જરદોશ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે આ અંગે નાણામંત્રાલય અને GST કાઉન્સિલમાં રજૂઆત પણ કરી છે.
મુખ્યપ્રધાન GST મુદ્દે પત્ર લખશે
અત્યાર સુધી વેપારીઓની માંગને (surat textile traders demand) લઈ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. આજે જ્યારે સુરતના સરથાણા ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022'ની પ્રી-સમિટ ઈવેન્ટ 'Weaving Growth for Textile'માં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર હતા, ત્યારે ટેકસટાઇલમાં GST મુદ્દે સી.આર. પાટીલ જણાવ્યું હતું કે, GSTને લઇ કેટલાક લોકો આંદોલન કરવા પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં ચોક્કસ કેટલાક લોકો છે કે જેઓ રાજકારણનો લાભ લેવા માંગે છે. અમે GST સ્લેબમાં વધારાને લઇ રજૂઆત કરી છે. સાથે જ જણાવ્યું છે કે, ઉદ્યોગને નુકશાન થઈ શકે છે. આ વાતે નાણાપ્રધાન ને કીધું છે કે, GST 5 ટકા રહેવું જોઈએ. સાથે મુખ્યપ્રધાનને પણ કહ્યું છે કે, અમારી માંગ સાથે સૂર પુરાવે. મુખ્યપ્રધાન GST મુદ્દે પત્ર લખશે. સુરત નજીક ટેકસટાઇલ પાર્ક (textile park near surat gujarat) બને એ આશા છે. સુરત શહેરમાં પ્રદૂષણ ન થાય અને અદ્યતન ટેક્સટાઇલ પાર્ક મળે આ વાત પણ મૂકી છે.
આ પણ વાંચો: Rajkot Marketing Yard: કપાસનાં 20 કિલોનાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા, જાણો ભાવની વિગત...