ETV Bharat / city

GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે

ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને (gst hike on garments in surat) પાછો ખેંચવા ફોગવા અને ચેમ્બર દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના નાણાં પ્રધાનને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ ચીમકી આપી છે કે, 150 ટકા GST સ્લેપમાં વધારો (GST Hike on Surat Textiles) જો પરત નહિ લેવામાં આવે તો અમે તમામ મશીનો બન્ધ કરી ખાતાઓને તાળા મારીને ચાવી સરકારને આપી દેઈશું.

GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે
GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે
author img

By

Published : Dec 2, 2021, 3:42 PM IST

  • ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને પાછો ખેંચવા માગ
  • ફોગવા અને ચેમ્બર દ્વારા નાણાં પ્રધાનને રજુઆત
  • ગારમેન્ટ ઉપર 150 ટકા GST સ્લેપમાં વધારો

સુરત: ગારમેન્ટ ઉપર વધેલા GST ટેકસ રેટને (gst hike on garments in surat) પાછો ખેંચવા ફોગવા અને ચેમ્બર દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના નાણાં પ્રધાનને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ ચીમકી આપી છે કે, 150 ટકા GST સ્લેપમાં વધારો (GST Hike on Surat Textiles) જો પરત નહિ લેવામાં આવે તો અમે તમામ મશીનો બન્ધ કરી ખાતાઓને તાળા મારીને ચાવી સરકારને આપી દેઈશું.

GST Hike on Surat Textiles: પરત લેવામાં ન આવે તો ખાતાને તાળા મારવા પડશે

મિલિન્દ તોરવણે સાથે રૂબરૂ મિટીંગ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર ઉપપ્રમુખ પથિક પટવારી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, મયુર ગોળવાલા અને સુરેશ પટેલ તથા ફિઆસ્વી, ફોસ્ટા, મસ્કતિ માર્કેટ મહાજન– અમદાવાદ અને નીવકલોથ માર્કેટ– અમદાવાદ સહિતના પ્રતિનિધી મંડળે બુધવાર, તા. 1લી ડિસેમ્બર, 2021ના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નાણાં પ્રધાન કનુભાઇ દેસાઇ તથા ગુજરાતના ચીફ કમિશ્નર ઓફ સ્ટેટ ટેકસીસ મિલિન્દ તોરવણે સાથે રૂબરૂ મિટીંગ કરી હતી.

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાની શકયતાઓ

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું છે કે, "કાપડ અને ગારમેન્ટ ઉપર GST ટેકસ રેટને 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. જે 150 ટકાનો વધારો છે. જે પણ રેવેન્યુ કેન્દ્ર સરકારને GSTના માધ્યમથી થાય છે, તેમા 35 ટકા ભાગ કાપડ ઉદ્યોગનો છે. અમે ગુજરાતના નાણાં પ્રધાન (meeting with minister of finance in gujarat on gst)ને મળ્યા છે. ભારત સરકાર કે ગુજરાત સરકારને રેવન્યુ જનરેટ થવાની નથી તે બાબત સમજાવવામાં આવી હતી. સરકારને આવક તો થશે નહીં પણ ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાની શકયતાઓ વધી જશે અને વૈશ્વિક સ્તરે ટેકસટાઇલ ક્ષેત્રે ભારતની સ્પર્ધાત્મકતા પણ ઘટી જવાની સંભાવના વધી જશે."

સુરતમાં 2 લાખ મહિલાઓ રોજગાર મેળવે છે

તેઓએ જણાવ્યું હતું કે, આખા ભારતમાં લગભગ 23થી 27 લાખ લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવી શકે છે, તથા આશરે 4 કરોડ લોકોના જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થઇ શકે છે. સાથે જ દેશનો આર્થિક વિકાસ રુંધાઇ શકે છે. બેરોજગારીને કારણે લોકો રસ્તા ઉપર ઉતરી આવીને કાયદો હાથમાં લઇ શકે છે. જેથી દેશની શાંતિ ડહોળાઇ શકે છે. સુરતમાં 2 લાખ મહિલાઓ રોજગાર મેળવે છે. અમે મુખ્યપ્રધાનને રજુઆત કરી જણાવ્યું છે કે અહીં ઓડિસાના લાખો લોકો રોજગાર મેળવે છે. રોજગારની સમસ્યા થશે. સાથે અમે મહારાષ્ટ્રના નાણાં પ્રધાનને પણ રજુઆત કરી. જો સરકાર સ્લેપને પરત નહિ લેશે તો અમે મશીન બંધ કરી ખાતાઓને તાળા મારીને સરકારને ચાવી આપીશું.

આ પણ વાંચો: GST Hike On Textile: કાપડ રાજ્યપ્રધાન દર્શના જરદોશે કહ્યુ, સરકાર ટુ વેમાં કામ કરે છે

પહેલા પ્રધાનોને રજુઆત કરો

સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે નાણાં પ્રધાનને જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર પાટીલ તથા દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોશ સહિત ચાર પ્રધાનને રજૂઆત કરવાનું જણાવ્યું હતું. આ બંને સાંસદો જ GST કાઉન્સીલમાં આ મામલે રજૂઆતોનો દોર આગળ વધારશે.

આ પણ વાંચો: GST hike on textile: સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં 12 ટકા GST પરત લેવા સરકારને રજુઆત, નહિ તો ઉગ્ર આંદોલનની ચીમકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.