- ગણતરીના કલાકોમાં ત્રણ ઉદ્યોગપતિઓએ 17 કરોડ રૂપિયા દાનમાં આપ્યા
- 11 કરોડનો ચેક અર્પણ કર્યો
- ડાયમંડ કિંગ તરીકે પ્રખ્યાત છે ધોળકીયા
સુરત: વિશ્વભરના લોકો ગોવિંદ ધોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખે છે. ડાયમંડ કિંગ ભગવાન રામના ભક્ત પણ છે. જેથી તેમણે અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે. ગોવિંદ ધોળકિયા દ્વારા અયોધ્યામાં નિર્માણ પામનારા ભવ્ય રામ મંદિર માટેની 'નિધી શરણાગતિ અભિયાન'માં 11 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે.
ખેડૂત પુત્ર છે ગોવિંદ ધોળકિયા
દેશના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ માત્ર 13 વર્ષની ઉંમરમાં હીરા ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. ગોવિંદ ધોળકિયાનો જન્મ 7 નવેમ્બર, 1950ના રોજ ગુજરાતમાં સ્થિત દુધળા ગામમાં થયો હતો. એક ખેડૂતના ઘરે જન્મેલા ગોવિંદ ધોળકિયાના સાત ભાઈ બહેનો હતા. આ ગરીબ પરિવારમાં જન્મેલો બાળક એક દિવસ દેશના સૌથી મોટા હીરાના ઉદ્યોગપતિ થશે તેની કલ્પના કોઇએ કરી નહોતી. આજે રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક ગોવિંદ ધોળકિયાને દેશ-વિદેશના લોકો ઓળખે છે.
અન્ય ઉદ્યોગપતિઓએ પણ આપ્યું દાન
સુરતથી માત્ર ગોવિંદ ધોળકિયા જ નહીં, ટેક્સટાઇલ ઉદ્યોગપતિ અને કલર ટેક્સના માલિક જયંતિ કબુતર વાળાએ 5 કરોડ અને પ્રખ્યાત બિલ્ડર લવજી બાદશાહએ પણ 1 કરોડનું દાન આપ્યું છે. આમ રામ મંદિર નિર્માણ માટે સુરતે ગણતરીના કલાકોમાં જ 6 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.