સુરત શહેરમાં હાલ પર્યૂષણની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વેસુ ખાતે આવેલ શિવ શક્તિ એન્કલેવ રહીશોએ એપાર્ટમેન્ટની અંદર આવેલ આદિનાથ દેરાસરમાં I CAN DO થીમ મહાપૂજાનું આયોજન કર્યું હતું. મૂળનાયક આદિનાથ ભગવાનની આંગીને સોનાના વરખથી શણગારવામાં આવી હતી. જે માટે મુંબઈથી આંગીકારને બોલાવવામાં આવ્યા હતા.એટલું જ નહીં દેરાસરમાં 300થી પણ વધુ દીવાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.
ભવ્ય રોશની સહિત I CAN DO થીમ મહાપૂજા સુરત વેસુ વિસ્તારની શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં પર્વાધિરાજ પર્યૂષણ પર્વ પર I CAN DO થીમ પર હાલની સાંપ્રત પરિસ્થિતિનો ચિતાર આપતી મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાનને સુવર્ણ એટલે કે સોના અને ચાંદીના વરખની આંગી સાથે પુષ્પ દીવડા સાથે દેરાસરની ફરતે ભવ્ય રોશની કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો જોડાયા હતાં.
આ પણ વાંચો જામનગરમાં જૈન સમાજ દ્વારા પવિત્ર પર્યુષણ પર્વની કરાઈ ઉજવણી
30 હજાર રૂપિયાના ખર્ચે સોનાના વરખથી ભગવાનની આંગી શિવ શક્તિ એન્કલેવના રહીશ નીલ બંગડીવાલાએ જણાવ્યું હતું કે, તમામ રહીશો મળીને આ પર્યૂષણ પર્વની ઉજવણી કરી રહ્યાં છીએ. ભગવાનના શૃંગાર માટે અમે મુંબઈથી આંગીકારને બોલાવ્યા હતાં. 30 હજાર રૂપિયાના ખર્ચે સોનાના વરખથી ભગવાનની આંગી તૈયાર કરવામાં આવી હતી. જેને બનાવતા ચાર કલાક લાગ્યા હતાં. એટલું જ નહીં, આજુબાજુના ભગવાનના આંગી ચાંદીના વરખથી શણગારવામાં આવ્યા હતા. દેરાસર અને પરિસરને રીયલ ફ્લાવરથી શણગારવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો કચ્છમાં યોજાશે 8 દિવસીય ક્ષમાપના ઉત્સવ, પર્યુષણ મહાપર્વ પર લાખો લોકો કરશે સાધના
નેચરલ થીમ પર શણગાર કરાયો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા તથા આચાર્ય દેવ શ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મ.સાની પ્રેરણાથી I Can Do થીમ પર હાલની વિષમ પરિસ્થિતિ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. થીમ અંતર્ગત વિહાર સેવા, પાલખી સેવા, તીર્થ રક્ષા જીવ દયા અને સેવ અરીહા કેમ્પિંગ સહિત ક્ષમાપના અંગે પ્લાઝમા ટીવી પર બાળકોએ લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. દેરાસરની બહાર લેન્ડસ્કેપ અને નેચરલ થીમથી શણગાર કરાયો હતો. તેમાં બહાર ફાઉન્ટેન, ચાર ઝરણા અને વિવિધ પ્રાણીઓની પ્રતિકૃતિ મૂકવામાં આવી હતી. Gold Plated Angi in Surat Vesu Adinath Derasar , jain Paryushan 2022, Paryushan celebration In Surat , I CAN DO Theme Mahapuja વેસુમાં આદિનાથ દેરાસરમાં સોનાના વરખની આંગી , સુરત પર્યુષણ 2022 , સુરતમાં પર્યુષણ ઉજવણી I CAN DO થીમ મહાપૂજા