ETV Bharat / city

સુરતમાં 10 વર્ષની બાળકીએ કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કર્યા - Donate hair for cancer victims

જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનારી મહિલાઓના દર્દ તે જ સમજી શકે કે જેને પોતાનો વાળ અતિપ્રિય હોય. કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવાની પીડા સુરતની યુવતીએ સમજી છે. આવી મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ નાની ઉંમરે વાળ ડોનેટ કરીને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી છે.

donated hair
સુરતમાં 10 વર્ષની બાળકીએ કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કર્યા
author img

By

Published : Sep 20, 2020, 11:10 PM IST

સુરતઃ જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનારી મહિલાઓના દર્દ તે જ સમજી શકે કે જેને પોતાનો વાળ અતિપ્રિય હોય. કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવાની પીડા સુરતની યુવતીએ સમજી છે. આવી મહિલાઓ માટે સુરતની 10 વર્ષની નાની દેવાના દવેએ નાની ઉંમરે વાળ ડોનેટ કરીને અન્ય યુવતીઓ અને મહિલાઓને પણ પ્રેરણા આપી છે.

10 વર્ષીય દેવાના દેવે વયમાં ખૂબ જ નાની છે, પરંતું તેના વિચાર અને તેના કાર્ય આજે દરેક વ્યક્તિ માટે પ્રેરણા છે. દેવાનાને પોતાના વાળ પ્રિય છે. પરંતુ તેમ છતાં તેણે કેન્સર પીડિત મહિલાઓની મદદ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. દેવાના દવેએ જન્મથી લઈને અત્યાર સુધી પોતાના વાળ કપાવ્યાં જ નથી. દેવાનાના વાળની લંબાઈ અંદાજે 30 ઇંચ જેટલી થઈ ગઇ હતી. પરંતુ તેમ છતાં તેણે કેન્સર પીડિત માટે આજે વાળ ડોનેટ કરવાના ઉદ્દેશ્યથી વાળ કપાવ્યા હતા. દેવાના કેન્સર પીડિત મહિલાઓ માટે ચાલી રહેલા બાલ્ડ એન્ડ બ્યુટીફૂલ કેમ્પઈનમાં પણ જોડાઈ છે.

સુરતમાં 10 વર્ષની બાળકીએ કેન્સર પીડિતો માટે વાળ ડોનેટ કર્યા

દેવાનાએ જણાવ્યું હતું કે, તે 2 વેબ સીરીઝમાં કામ કરી ચૂકી છે અને અચાનક જ તેણે નિર્ણય લીધો કે કેન્સર પીડિત માટે તે વાળનું ડોનેશન કરશે. તેણે જણાવ્યું કે, જ્યારે તેને આ નિર્ણય લીધો ત્યારે તેને એક સીરીયલ માટે ઓફર પણ આવી હતી. પરંતુ તેના મક્કમ નિર્ણય બાદ તેને તેની પરવા કરી નહીં અને સીરીયલ કરતાં વાળ ડોનેટ કરવું ખૂબ જ અગત્ય લાગ્યું. તેણે વધુમાં જણાવ્યું કે લોકોને પણ આવી જ રીતે કેન્સર પીડિત માટે આગળ આવવું જોઈએ.

તેની માતા નિકિતા દવેએ જણાવ્યું હતું કે, જ્યારે દેવાનાનો નિર્ણય સાંભળ્યો ત્યારે અમે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અમે બંને તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેમજ અમે તેને એ પણ કહ્યું હતું કે તે સંપુર્ણ વાળ ડોનેટ ના કરે માત્ર થોડાક વાર ડોનેટ કરે, પરંતુ તેના મહત્તમ નિર્ણયના કારણે અમે આખરે તેના નિર્ણયને સ્વીકાર કરી લીધો હતો. આટલી નાની ઉંમરે આટલો ઉચ્ચ વિચાર આવવો એ ખુબ જ અગત્યનું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.