સુરત: કોરોનાકાળ (Corona Pandemic In Gujarat)માં દાતાઓના અભાવના કારણે સુરત પાંજરાપોળ (Surat Panjrapole In Corona)ની સ્થિતિ દયનીય બની હતી. બીજી બાજુ રખડતા ઢોરની સમસ્યા (issue of stray cattle in Gujarat) પણ વધી રહી હતી. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના (Gaumata Poshan Yojana Gujarat)ની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે આ બંને સમસ્યાથી લોકોને રાહત મળી શકે છે. સ્માર્ટ સુરત શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને કારણે લોકો હંમેશા મુશ્કેલીમાં મુકાતા હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના શરૂ કરવામાં આવી છે. જેના કારણે આ સમસ્યાથી લોકોને રાહત મળશે અને પાંજરાપોળની સ્થિતિ વધુ સારી બનશે એવું લોકો માની રહ્યા છે.
ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
રાજ્ય સરકારે બજેટ (Gujarat Budget 2022)માં ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ અને ગૌવંશ નિભાવ (Maintenance of cattle) તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ (Gaumata Poshan Yojana Budget) કરી છે. ગૌસેવા કરનારા ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ (Corona In Surat)માં પાંજરાપોળ માટે દાતાઓની અછત સર્જાઈ હતી. જેના કારણે તેની સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઇ હતી. સરકારની આ યોજનાના કારણે ખૂબ જ લાભ થશે.
આ પણ વાંચો: Gujarat Budget 2022: રખડતા ઢોર અને ગાયોની સુરક્ષાને લઈને બજેટની જોગવાઈને લોકોએ આવકારી પરંતુ અમલ અંગે શંકા
સુરત પાંજરાપોળમાં 8 હજાર પશુઓ રાખી શકાય તેવી વ્યવસ્થા
તેમણે જણાવ્યું કે, ખાસ કરીને જે રખડતા ઢોર છે તેમને યોગ્ય સ્થળે મૂકવામાં આવી શકે છે અને આ તમામ પશુઓની દેખરેખ પણ સારી રીતે થઇ શકશે. સુરત પાંજરાપોળમાં 8 હજાર પશુઓ રાખી શકાય તેવી વ્યવસ્થા છે. આ યોજનાની જાહેરાત બાદ પશુઓની યોગ્ય સંભાળ થાય તેવી આશા છે.
આ પણ વાંચો: કોરોનાની મહામારી વચ્ચે વાપીમાં મૂંગા પશુઓને ઘાસચારો અપાયો
પાંજરાપોળની ખાલી પડેલી જગ્યાના વેચાણની પરવાનગી આપવા માંગ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં જેટલી પાંજરાપોળની અન્ય જગ્યાઓ છે જે ખાલી પડેલી છે ત્યાં નિયમ મુજબ વધુ પશુઓ ન રાખી શકાય તો એવી જગ્યાઓના વેચાણ કરવાની પરવાનગી સરકાર આપે, જેથી આર્થિક ઉપાર્જન થઈ શકશે. જેના કારણે પાંજરાપોળની સંભાળ સારી રીતે કરી શકાય.