સુરત: શહેરના હજીરા વિસ્તારમાં આવેલ BPCL કંપની બહારની AK વેલ્ડિંગ વર્ક્સમાં વહેલી સવારે ગેસ બોટલ બ્લાસ્ટ(Gas cylinder blast Surat ) થયો હતો. ત્યારે ત્રણ કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જતાં(gas cylinder explosion radius ) ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એમાં હાલ એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Fire in gas pipe in Bhavnagar: ભાવનગરના સરદારનગરમાં ખોદકામ કરતી વખતે ગેસ લાઇન લીક થતા આગ લાગી
AK વેલ્ડિંગ વર્ક્સમાંગેસ પાઈપમાં આગ - સુરત શહેરના હજીરા વિસ્તારમાં આવેલ BPCL કંપની બહારની AK વેલ્ડિંગ વર્ક્સમાં વહેલી સવારે ગેસ પાઈપમાં આગ લાગતા(gas cylinder blast reasons ) જોરદાર બ્લાસ્ટ થયો હતો. આમાં કામ કરતાં ત્રણ કર્મચારીઓ આગની ઝપેટમાં આવી જતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ત્રણે કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ આમાં એક કર્મચારીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.આ લોકો વાહનોમાં વેલ્ડીંગ કરી રોજગારી મેળવતા હતા.
આ પણ વાંચો: Gas Cylinder Blast in Rajkot : ગેસનો બાટલો ફાટતાં દંપતિ દાઝ્યું ? જાણો ક્યાં બની ઘટના
આ બાબતે ઇજાગ્રસ્તના સબંધી સતીશે જણાવ્યું - આ ત્રણ રાતપાળી નોકરી કરી ઘરે જવાના હતા. એમાં અચાનક જ ગેસ પાઇપ લાઈનમાં ગેસ લિકેજ(gas cylinder explosion causes ) થતા પાઇપલાઇનમાં બ્લાસ્ટ(Gas bottle explodes ) થયો હતો. અને તેની સાથે જ દાઝી ગયા હતા. તેમને હાથ, પગ અને ચેહરો ગંભીર રીતે દાઝી ગયા હતો. હાલ તેમને સિવિલ હોસ્પિટલના G-3 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમની સારવાર ચાલી રહી છે. આ લોકો વાહનોમાં વેલ્ડીંગ કરી રોજગારી મેળવતા હતા.