સુરત: શહેરમાં શુક્રવારે મોડિ સાંજે ગાંધીજીના પ્રપૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવા લક્ષ્મીબેનનું 94 વર્ષની વયે નિધન થયું હતું. તે સુરત શહેરના ભીમરાડ ગામે જીવનના છેલ્લાં 2 વર્ષથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતાં તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.
કનુભાઈના અવસાન બાદ ગત 2 વર્ષથી શિવા લક્ષ્મીબેનની સંભાળ સુરત ભીમરાડ ગામના લોકો કરી રહ્યા હતા. ગાંધીવાદી વિચારધારા ધરાવતા બળવંત પટેલે ગત 2 વર્ષથી પરિવારના સભ્યની જેમ તેમની કાળજી રાખી હતી. ડૉ.શિવાલક્ષમી ગાંધીની અંતિમ યાત્રા શુક્રવારે ભીમરાડથી ઉમરા સ્મશાન ભૂમિ લઈ જવાઇ હતી. જેમાં લોકડાઉનના કારણે ગણતરીના લોકો હાજર રહ્યાં હતા. ભળવંત પટેલ પોતાના પરિવારના સભ્ય સમજી અંતિમ વિધી કરાવી હતી.
સુરતમાં તેમણે શિવા લક્ષ્મી કનુભાઈ રામદાસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી જીવનભરની પૂંજી શિક્ષણ, આરોગ્ય, મહિલા, બાળ કલ્યાણ તથા ગાંધી વિચારના પ્રસાર પ્રચાર માટે સમર્પિત કરી દીધી હતી.
કનુભાઈનું નિધન નવેમ્બર 2016માં સુરતમાં થયું હતું. અમેરિકાના નાસામાં તેમણે 25 વર્ષ વૈજ્ઞાનિક કરીકે ફરજ બજાવી હતી. બન્નેની ઈચ્છા અમદાવાદના ગાંધી આશ્રમમાં રહેવાની હતી તેઓ 2014માં દિલ્હીના આશ્રમમાં રહેતા હતા, ત્યાંથી તે સુરત અંબિક નિકેતન નજીક ખાતે આવ્યા હતા.
કનુભાઈ અને શિવા લક્ષ્મીબેન બન્ને 2014માં પાછલી જિંદગી વિતાવવા ભારત પરત ફર્યા હતા. સુરતમાં પણ તે વૃદ્ધાશ્રમમાં રહ્યા હતા. કનુભાઈના દેહાંત બાદ શિવા લક્ષ્મીબેનની કાળજી સુરતના ભીમરાડ ગામના લોકો અને તેમાં ખાસ કરીને બળવંત પટેલે લીધી હતી.
ડૉ.શિવાલક્ષ્મીએ બીસ્ટર્ન યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં પી.એચ.ડી કરી હતી. તેમના માતા-પિતા સ્વતંત્રતા સંગ્રામમાં જેલ પણ જઈ ચૂક્યાં છે, જ્યારે મહાત્મા ગાંધી હંમેશાથી તેમના જીવનને પ્રભાવિત કરતા રહ્યા હતા.