ETV Bharat / city

Fundraising Fraud In Surat: ઉત્તરાખંડના વેપારીએ સુરતના વ્યક્તિના બાળકની સારવારના નામે કર્યો ખોટો પ્રચાર, ઉઘરાવ્યા પૈસા અને પછી... - બાળ સારવાર માટે ભંડોળ સુરત

સુરતના પાલનપુરના એક વ્યક્તિના દીકરાનો ફોટો મુકી સોશિયલ મીડિયા પર ખોટી રીતે ફંડ ઉઘરાવવામાં (Fundraising Fraud In Surat) આવી રહ્યું હતું. આ મામલે પોલીસે ઉત્તરાખંડમાં રહેતા જનરલ સ્ટોરના વેપારીની ધરપકડ કરી છે. આરોપીએ 3.17 લાખનું ફંડ ઉઘરાવ્યું હતું.

Fundraising Fraud In Surat: સુરતના વ્યક્તિના બાળકની સારવારના નામે ખોટો પ્રચાર કરી ફંડ ઉઘરાવનાર ઉત્તરાખંડથી ઝડપાયો

author img

By

Published : Mar 12, 2022, 9:45 PM IST

સુરત: શેરબજારમાં દેવું થતાં ભરપાઈ કરવા પુત્રના ઈલાજના નામે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર કરી 3.17 લાખનું ફંડ ઉઘરાવવાનું (Fundraising Fraud In Surat) ઉત્તરાખંડના વેપારીને ભારે પડયું છે. આ મામલે સાયબર ક્રાઇમે (Cyber Crime Surat) ઉત્તરાખંડ રહેતા જનરલ સ્ટોરના વેપારીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતના પાલનપુર વિસ્તાર (Surat Palanpur Crime)માં રહેતા વ્યક્તિના પુત્રને જન્મજાત કાનમાં બહેરાશની બીમારી હતી. સારવાર માટે 30 લાખનો ખર્ચ થાય એમ હતો.

ખોટો પ્રચાર કરી 3.17 લાખનું ફંડ ઉઘરાવવાનું ઉત્તરાખંડના વેપારીને ભારે પડયું.

તેમના જ દીકરાનો ફોટો મુકી કોઈ બીજું કરી રહ્યું હતું દાન માટે અપીલ-તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. આ દરમિયાન ઓનલાઈન ફંડ (Online Funding Surat) ભેગું કરતી કેટ્ટો કંપની (ketto online donation)માં તેઓએ તમામ ડોક્યુમેન્ટ મોકલી અરજી કરી હતી. પરંતુ કોઈ કારણોસર અરજી નામંજૂર થઇ હતી. આ દરમિયાન તેમની પત્નીએ પોતાના સોશિયલ મીડિયામાં દીકરા માટે મદદની પુકાર લગાવી હતી. બીજી તરફ થોડા સમય બાદ તેઓને જાણ થઇ હતી કે તેમના જ દીકરાનો ફોટો મૂકી દાન (fund rising for child treatment surat) માટે અપીલ કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો: TB Treatment in Mehsana: મહેસાણામાં ટીબીનો રિકવરી રેટ 90 ટકાએ પહોંચ્યો, જુઓ કઈ રીતે

બાળકની માતાનું નામ બદલી નાખવામાં આવ્યું-કેટ્ટો કંપની તેમની અરજી કેન્સલ કરી ચુક્યું હોઇ કઇ રીતે આ અપીલ કરાઈ રહી છે તે ચેક કરતા નવું જ ભોપાળું બહાર આવ્યું હતું. બાળકની માતાનું નામ બદલી નાખવામાં આવ્યું હતું અને સરનામું ઉત્તરાખંડના દીનેશપુર ગામ (uttarakhand dineshpur village)નું જણાવવામાં આવ્યું હતું. જેથી તેઓએ કેટ્ટો કંપનીને જાણ કરી સુરત સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Children with SMA 1 In Vadodara: વડોદરાના દંપતિના જોડિયા બાળકોને જન્મજાત ગંભીર બીમારી, 32 કરોડના 2 ઇન્જેક્શનની જરૂર

બાળકના નામે નાણાં ઉઘરાવ્યા-આ ઘટનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે 23 વર્ષીય સંદીપ શાંતિરજન મંડલને પકડી લીધો હતો. પોલીસ તપાસમાં પોતાને સ્ટોક માર્કેટમાં મોટું નુકશાન થતાં શોશિયલ મીડિયામાંથી બાળકનો ફોટો લઇ પોતાના બાળક તરીકે દર્શાવી ફંડિંગ ભેગું કર્યું હતું. આવી રીતે તેમણે 3.17 લાખ રૂપિયા ઉઘરાવી લીધા હતા. કેટ્ટો કંપનીએ ભોપાળાની ખબર પડતા જ સંદીપની પત્ની દીપિકા મલ્લિકના એકાઉન્ટમાં જે 3.17 લાખ જમા થયાં હતા તે પરત લઇ લીધા હતા અને બાળકના નામે નાણાં ઉઘરાવ્યા હોઇ આ નાણા બાળકના પિતાને આપી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.