ETV Bharat / city

એબીવીપી કીમ શાખા દ્વારા શરૂ કરવામાં આવ્યું મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ કિમ શાખા દ્વારા મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કીમ શાખાના આજુબાજુના ગામડાઓમાં ઘરે-ઘરે જઈ મેડિકલ સ્ક્રીનિગ કરવામાં આવે છે. અત્યાર સુધી 1000થી વધુ લોકોનું મેડિકલ સ્ક્રીનિગ કરવામાં આવ્યું છે.

author img

By

Published : May 28, 2021, 8:38 AM IST

એબીવીપી કીમ શાખા દ્વારા શરૂ કરવામાં આવ્યું મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન
એબીવીપી કીમ શાખા દ્વારા શરૂ કરવામાં આવ્યું મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન
  • મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન શરૂ કરાયુ
  • કાર્યકરો ઘરે-ઘરે જઇને લોકોના કોરાના વિશે ફેલાવી રહ્યા છે જાગૃતા
  • અત્યાર સુધી 1000થી વધુ લોકોનું કર્યું મેડિકલ સ્ક્રીનિગ

સુરતઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત પ્રાંતભરમાં "મારું ગામ કોરોના મુક્ત ગામ " હેતુ સાથે ગામ સંજીવની અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ગામે-ગામે ઘરે-ઘરે જઈને કોરોનાના વિષયમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં મુખ્યપ્રધાને મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

કાર્યકર્તા કોરોના થાય ત્યારે કઈ સાવધાની રાખવી તેની માહિતી અપાઇ

અભિયાનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા કોરોના થાય તો કઈ-કઈ સાવધાની રાખવી તેની માહિતી આપી રહ્યા છે. આ અભિયાનમાં ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં કીમ શાખાના 10 કાર્યકર્તાએ 2 ટીમ બનાવી અભિયાન ચલાવી રહ્યા છે.

માન્ય હોમિયોપેથી દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા 30મે સુધી 25થી વધુ ગામોમાં જઈને તમામનું ઓક્સિજનનું પ્રમાણ, શરીરના તાપમાનની તપાસ કરી રહ્યા છે. સાથે-સાથે ભારત સરકાર દ્વારા માન્ય હોમિયોપેથી દવાનું વિના મૂલ્યે વિતરણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ”મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અંતર્ગત બેઠક યોજાઇ

રસીકરણના વિષયને લઇને જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે

આ અભિયાનનો હેતુ ઓલપાડ તાલુકાના ગામોને કોરોના મુક્ત રાખી કોરોના વિષયની જાણકારી આપવાનો છે. જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં કીમ શાખા દ્વારા 10 ગામોમાં 1000થી વધારે લોકોનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને સાથે-સાથે રસીકરણના વિષયને લઇને જાગૃતતા પણ ફેલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.