ETV Bharat / city

રંગ રહી જાય જોઃ પાલક પિતાએ કોરોનાના કપરાકાળમાં પણ નથી છોડ્યો દિવ્યાંગોનો હાથ, પરંતુ... - સેવા

કોરોનાના કપરાકાળમાં પોતીકાંના પરાયાપણાંના કેટલાય કિસ્સા બહાર આવ્યાં છે ત્યાં સૂરતનો આ કિસ્સો માનવતાની જીવતીજાગતી મિશાલ જેવો છે. પારકાંની સંભાળ અને એ પણ દિવ્યાંગ, માનસિક વિકલાંગ એવા દર્દીઓની સારસંભાળ માટે જે રીતે પરેશભાઈ ડાખરાએ સેવાની ભેખ ધારણ કર્યો છે તેવો જવલ્લેજ બહાર આવે એવો કિસ્સો છે.

રંગ રહી જાય જોઃ પાલક પિતાએ કોરોનાના કપરાકાળમાં પણ નથી છોડ્યો દિવ્યાંગોનો હાથ, પરંતુ...

author img

By

Published : Jun 23, 2020, 2:28 PM IST

સૂરત: કુદરતના અન્યાયનો ભોગ બનેલા દિવ્યાંગ, અનાથ, મંદબુદ્ધિ વ્યક્તિઓએ જિંદગી સામે ભારે ઝઝૂમવું પડે છે, ત્યાં કપરો કોરોનાકાળ સાચે જ કાળમુખો સાબિત થઈ રહ્યો છે. અહીં જેમની વાત રજૂ કરી છે તે સૂરતના સેવાભાવી પરેશભાઈ ડાખરાએ માનવતાની જ્યોત પ્રગટાવી છે તે રામ થઈ જાય એ પહેલાં વેળાસર મદદનો હાથ મળી રહે તો રંગ રહી જાય એમ છે.

રંગ રહી જાય જોઃ પાલક પિતાએ કોરોનાના કપરાકાળમાં પણ નથી છોડ્યો દિવ્યાંગોનો હાથ, પરંતુ...
સગાં પિતાની માફક જ સૂરતના વરાછામાં રહેતાં પરેશભાઇ ડાખરાએ માનસિક વિકલાંગો પાછળ જ અડધી જિંદગી ન્યોછાવર કરી દીધી છે. પરેશભાઈએ પોતાના 31 વર્ષના સેવાકાર્યમાં 155 અનાથ, મંદબુદ્ધિી દીકરાદીકરીઓની સેવાચાકરી કરી છે. મહત્વની વાત એ છે કે કોરોનાના કપરા સમયમાં પણ તેમણે પોતાની જોડે રહેલ 17 માતાઓ અને બે અનાથ બાળકોનો સાથ છોડ્યો નથી. આ 17 માતાઓમાં બે માતાઓ એવી છે જેમણે થોડાક જ મહિનાઓ પહેલાં બાળકોને જન્મ આપ્યો છે.તેઓ જેમની સારસંભાળ રાખી રહ્યાં છે તેમાં 75 વર્ષના એક માતા પણ છે.

પરેશભાઈ સ્વંયસેવકો થકી સૂરત કલેકટર પાસેથી પરમિશન લઇને 4 એપ્રિલના રોજ આ સૌને પોતાના વતન સૌરાષ્ટ્ર ગયાં છે. કોરોનાની ભયાનકતા અંગે તે પૂરેપૂરા સજાગ હોવાથી ગામની અંદર પ્રવેશ્યાં નથી અને પાંચ ગામના સીમાડાની બહાર માતાજીના મંદિરે રોકાયાં છે. તેમ જ ત્યાં આ તમામનું ધ્યાન રાખી રહ્યાં છે. તેમના આ સેવાકાર્યને જોઈને ત્યાંના વિશ્વાસુ કરિયાણાવાળા તેમને ઉધાર અનાજ આપે છે તેમ જ દૂધવાળા દૂધ પણ આપે છે જે બે સેવાકાર્ય કરનાર બહેનો તૈયાર કરીને બધાંને જમાડે છે.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામના પરેશભાઇ ડાખરા 9 વર્ષની વયે સૂરત આવ્યાં હતાં. હાલ ૫૫ વર્ષની ઉંમરે પણ તેમનો સેવાયજ્ઞ ચાલુ છે. હીરાની દલાલી થકી એક જગ્યા લઈને તેના ભાડામાંથી આવક ઉભી કરી રોજીરોટી કમાઈને મંદબુદ્ધિની મહિલા, દીકરીઓની સારસંભાળ પાછળ ખર્ચે છે. એકસમયે જે પરિવારજનો સાથ આપી રહ્યાં ન હતાં તે લોકો આજે તેમની પડખે ઊભાં છે.

પરેશભાઈએ જણાવ્યું હતું કે, 31 વર્ષના આ સેવાયજ્ઞમાં કોરોના કારણે પહેલીવાર હું પણ ગભરાયો હતો, કારણ કે મારા પર એવા લોકોની જવાબદારી હતી જે લોકો પોતે પોતાનું ધ્યાન રાખવા સક્ષમ નથી. પરંતુ જેને ભગવાનનો સહારો હોય તેને મદદ મળી જ રહે છે. દોઢ મહિનો ઘરમાં બંધ રહ્યાં બાદ અમે એપ્રિલમાં સૌરાષ્ટ્ર આવ્યાં છે. અહીં સીમાડાથી બહાર માતાજીના મંદિરમાં રોકાયાં છીએે. માતાજીએ હજી સુધી કોઈ મોટી અગવડ થવા દીધી નથી. અમે વારાફરતી બે જણાં રાત્રે જાગીને આ દરેકનું જમવાનું, સૂવાનું અને દવાનું ધ્યાન રાખી રહ્યાં છીએ.એમની વાત એમની જૂબાને રજૂ કરીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.