ETV Bharat / city

કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ભર્યું ફોર્મ - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ભાવનગર કોંગ્રેસની ગત ટર્મની બોડીમાં કોંગ્રેસમાં અગ્રણી અને વિરોધપક્ષના નેતા તરીકે રહેલા જયદીપસિંહ ગોહિલ અને તેની પેનલે બહુમાળી ભવન ખાતે ફોર્મ ભર્યાં હતાં. જયદીપસિંહ ગોહિલ અને ભરત બુધેલીયા તેમજ રાજેશ જોશી પીઢ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે, પરંતુ જે રીતે ગત ટર્મમાં કોંગ્રેસમાં જયદીપસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠકો મળી હતી. તેને લઈને આ ચૂંટણીમાં કેવી રણનીતિ રહેશે તે મુદ્દે ETV BHARAT સાથે જયદીપસિંહ ગોહિલે ખાસ વાતચીત કરી હતી.

કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ભર્યું ફોર્મ

author img

By

Published : Feb 6, 2021, 9:00 PM IST

Updated : Feb 6, 2021, 9:12 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • આજે મહાનગરપાલિકામાં ફોર્મ ભરવાનો હતો છેલ્લો દિવસ
  • ભાવનગરના વિરોધ પક્ષના નેતાએ ફોર્મ ભર્યું
    કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતાએ ભર્યું ફોર્મ

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના બોરતળાવ વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસના પૂર્વ વિરોધપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ અને તેમની પેનલે ઉમેદવારી નોંધાવી હતી. બહુમાળી ભવન ખાતે સમગ્ર પેનલ ફોર્મ ભરીને આગળની રણનીતિ તૈયાર કરી છે, ત્યારે ETV BHARATએ કોંગ્રેસના પીઢ અને વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત કરી હતી.

ભાવનગરમાં કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને તેની પેનલે ફોર્મ ભર્યાં

ભાવનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 9માં અગાવ જીત મેળવી નગસેવક થયા બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂકેલા જયદીપસિંહ ગોહિલ અને તેની પેનલે બહુમાળી ભવન ખાતે ફોર્મ ભર્યું હતું. જયદીપસિંહ ગોહિલ પહેલા આરટીઓ સર્કલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને બાદમાં નિલમબાગ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

કોંગ્રેસ કઈ રણનીતિ સાથે ઉતરશે જેમાં 7 નામ અંતિમ ઘડીએ જાહેર

ભાવનગર કોંગ્રેસે 45 નામોની યાદી જાહેર કરી દીધી હતી અને બાદમાં 7 ઉમેદવાર પાછળથી અંતમાં ગુપ્ત રીતે જાહેર કર્યા છે, ત્યારે ફોર્મ ભરવાના ગત દિવસે બાકી રહેલા વોર્ડના ઉમેદવારના સીધા એક કલાક અગાવ જાહેર કરવામાં આવ્યા હતા. જેના પ્રત્યાઘાત પણ સામે આવ્યા છે. કુંભારવાડા વોર્ડના મહિલા સમિતિના પ્રમુખ અને કાર્યકરો રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના પીઢ નેતા કહેવાતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી દિવસોમાં સ્થાનિક પ્રશ્નોને પગલે મેદાનમાં ઉતરીને જીત મેળવવા પ્રયાસ કરવામાં આવશે.

Last Updated : Feb 6, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.