સુરત: માનદરવાજા વિસ્તારમાં આર્મીમેંનની પત્ની પર બાઈક સવાર બે ઈસમો ફાયરીંગ કરી ફરાર(Two persons fired and fled) થઇ ગયાં હતાં. આ ઘટનામાં DCB પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં છૂટાછેડાના કેસને લીધે થયેલા વિખવાદમાં જ આર્મીમેને પત્નીની હત્યા કરવા રૂ.40 હજારમાં સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો.
3 રાઉન્ડ ફાયરીંગ થયું - સુરતના માન દરવાજા બંબાગેટની પાછળ આવેલા C ટેનામેન્ટમાં રહેતા નંદા ઉર્ફે નંદીનીબેન મોરે ગત 12 માર્ચના રોજ સાંજના સમયે તેના ભાણેજ સાથે દવાખાનેથી પરત આવી(Returned from hospital with nephew) રહ્યા હતાં. આ દરમ્યાન બાઈક પર આવેલા બે ઈસમોએ તેઓની પર ઉપરાછાપરી 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગની આ ઘટનામાં નંદાબેનને ડાબા હાથના કોણીના ભાગે, છાતીના ભાગે, ડાબા પડખાને ભાગે તથા ડાબા પગની જાંઘની પાછળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જાહેરમાં ફાયરીંગની ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત નંદાબેનને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ મથકનો સ્ટાફ સહિત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તેઓએ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો: ઘરકંકાસથી કંટાળી પતિએ જ આપી પત્નીની હત્યાની સોપારી
નંદાબેન પિયર સુરત આવી ગયાં હતાં - નંદાબેનના લગ્ન 2010 માં વિનોદભાઇ યુવરાજભાઇ મોરે સાથે થયા હતાં. વિનોદ આર્મી મેંન(Army Man) છે. દંપતિ વચ્ચે ઝઘડા(couple fights) થતા હતાં જેથી નંદાબેન તેઓના પિયર સુરત આવી ગયા હતાં અને તેઓ હાલમાં સુરતમાં જ રહેતા હતાં. નંદાબેને આ મામલે છૂટાછેડાનો કેસ કર્યો છે અને આ કેસ (Divorce case)કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિવારને શંકા હતી કે પતિ અથવા તેના સાગરીતોએ આ કૃત્ય કર્યું છે. તેઓનો મુદો કોર્ટમાં ચાલી રહ્યો છે.આ મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ હતી.
આ પણ વાંચો: Woman Murdered in Surat : મહિલા જે વ્યક્તિ સાથે લીવ ઇનમાં રહેતી હતી તે જ વ્યક્તિએ ગળું કાપી હત્યા કરી
20 હજારની કિમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ - આ ઘટનામાં ડીસીબી પોલીસે બાતમીના આધારે સણીયા હેમાદગામ પાસેથી પૂણે ખાતે રહેતા રવીન્દ્ર રઘુનાથ યેશે અને લીંબાયત ખાતે આવેલા સુભાષનગર પાસે રહેતા નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદને ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેઓની પાસેથી 20 હજારની કિમતની દેશી હાથ બનાવટની એક પિસ્ટલ, 2 જીવતા કાર્ટીઝ બે મોબાઈલ તથા એક બાઈક મળી કુલ 65 હજારની મતા કબજે કરી હતી.
એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતાં - પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા નંદાબેનનો તેના પતિ વિનોદ મોરે સાથે છુટાછેડા લેવા બાબતે તકરાર ચાલતી હતી. જેથી વિનોદ મોરેએ તેના મીટર રવીન્દ્ર રઘુનાથ યેશેને પોતાના ગામમાંથી પિસ્ટલ તથા ૬ જીવતા કાર્ટીઝની વ્યવસ્થા કરી આપી હતી. જેથી સુરતમાં આવે રવીન્દ્રએ પોતાના ગામના નરેન્દ્ર ઉર્ફે મયુર જાદવની સાથે મળી બાઈક પર ગત 26-02-2022 ના રોજ પાંડેસરા બામરોલી રોડ આશીર્વાદ ટાઉનશીપ પાસે જાહેરમાં તેઓની પર એક રાઉન્ડ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતાં. જો કે તેમાં નંદાબેનનો બચાવ થયો હતો. જેથી ફરી વિનોદના કહેવાથી બંને આરોપીઓએ 12-3-2022 ના રોજ માનદરવાજા વિસ્તારમાં આવી નંદા બેન પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. અને તેઓ ફાયરીંગ કરી ફરાર થઇ ગયા હતાં. વધુમાં પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ મળી કુલ ૮ ટીમો બનાવવી હતી અને આ મામલે ઝીણવટભરી તપાસ કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે આર્મ્સ એકટનો વધુ એક ગુનો દાખલ કર્યો છે.