ETV Bharat / city

દમણના દરિયા કિનારે ફરવા આવેલા સુરતના 5 યુવકોમાંથી 3 યુવકો ડૂબ્યા

author img

By

Published : Sep 19, 2022, 12:44 PM IST

દમણના દરિયામાં ન્હાવા પડેલા 5 મિત્રોમાંથી 3 યુવકો ડૂબી (drown youths sea in Daman) જતા ચકચાર મચી ગઈ છે. તંત્રને જાણ થતાં તાત્કાલિક પ્રશાસનનો કાફલો પહોંચ્યો હતો. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી શોધખોળ હાથ ધરી છતાં હજુ સુધી આ યુવકોનો કોઈ પત્તો નથી મળ્યો. (Daman Fire Department)

મદિરા પાણી કરીને દરિયામાં પડ્યા ન્હાવા, 3 યુવકો લાપત્તા

દમણ રવિવારે દમણના દરિયા કિનારે ફરી એકવાર પ્રવાસીઓ ડૂબી જતા પોલીસ અને પ્રશાસન દોડતું થયું છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 20થી 25 વર્ષના 5 મિત્રો દમણમાં ફરવા આવ્યા હતા. ફરવા આવેલા આ પાંચેય મિત્રો દમણમાં ખાણીપીણીની મોજ માણી મોટી લાઈટ હાઉસ નજીક દરિયામાં ન્હાવા પડ્યા હતા. દરિયાની ઊંચી ભરતીમાં ન્હાવા પડેલા પાંચ મિત્રો પૈકી ત્રણ મિત્રો બહાર ન આવતા પ્રશાસન દોડતું થયું હતું. (Daman Fire Department)

3 યુવકો ડૂબ્યા દરિયામાં 5 વ્યક્તિઓ પૈકી 3 યુવકોની ડૂબી જવાની જાણકારી પોલીસ, ફાયર અને પ્રશાસનને મળતા તાત્કાલિક સ્થાનિક બોટ લઈને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મેજિસ્ટ્રેટ અને અન્ય એજન્સીઓને જાણ કરી હતી. પોલીસ અને ફાયર કર્મીઓ દ્વારા યુવકોની શોધખોળમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. જોકે મોડી રાતથી સવારના 10 વાગ્યા સુધી ચાલી રહેલી શોધખોળમાં યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી.(Surat youths drowned in sea ​​Daman)

પ્રશસાન થયું દોડતું 25 વર્ષનો મુકેશ અને 24 વર્ષનો સાવન દરિયામાંથી બહાર આવી ગયા હતા. જ્યારે તેમના સાથી મિત્રો એવા 20 વર્ષીય ઋષભ, 23 વર્ષીય રાહુલ, 24 વર્ષીય વાસુ દરિયાના મોજા સાથે તણાઈ ગયા હતા. જેઓ બહાર નહિ આવતા તેની શોધખોળ માટે પોલીસ કોસ્ટલ કર્મચારીઓ, ફાયર સ્ટાફ અને કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરને જાણ કરતા તેઓએ શોધખોળ હાથ ધરી હતી. (drowned Youths sea of Surat)

પ્રવાસીઓની ડૂબવાની ઘટનાનો સિલસિલો ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા બચી ગયેલા 2 યુવકોની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે, કુલ 05 વ્યક્તિઓ સુરતથી દમણ આવ્યા હતા અને તેઓએ દારૂ પીધો હતો. ત્યારબાદ તેઓ બધા લાઇટ હાઉસ મોટી દમણ પાસે દરિયામાં તરવા ગયા હતા. જેમાં 3 વ્યક્તિઓ બહાર નીકળ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, દમણના દરિયામાં આ પહેલા પણ આવા ગમખ્વાર બનાવો બની ચુક્યા છે. પ્રશાસન દરેક વખતે પોલીસ સ્ટાફ, લાઇફ ગાર્ડ રાખવાના અને દરિયામાં કોઈને પણ ન્હાવા નહિ દેવાના પરિપત્ર બહાર પાડે છે. પરંતુ તેનો અમલ થતો ના હોય ને પ્રવાસીઓની ડૂબવાની ઘટનાનો સિલસિલો યથાવત રહે છે. drown youths sea in Daman, 3 youths of Surat drowned in sea

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.