- ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું
- વધતી જતી આગની ઘટનાને લઇને મોકડ્રિલ યોજાઇ
- ફાયરના સાધનોની જાણકારી હોસ્પિટલના સ્ટાફને આપવામાં આવી
સુરતઃ શહેરમાં છેલ્લા 1 મહિનામાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જાય છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની હોસ્પિટલોમાં મોકડ્રિલ કરવામાં આવી રહી છે. જેથી જે તે આ ઘટનાના સમયે ફાયર વિભાગ કઈ રીતે કાર્ય કરે અને જે તે સ્થળે પર આગ લાગી હોય ત્યાંના લોકોને કઈ રીતે આગની ઘટનાથી બચવું તેનું શહેર ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજી માહિતી આપવામાં આવી રહી છે. આજે બુધવારે શહેર ફાયર વિભાગ દ્વારા સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના મેડિકલ હોસ્પિટલમાં ICU વોર્ડથી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફાયર વિભાગ દ્વારા ફસાયેલા દર્દીઓનું હાઇડ્રોલિક ફાયર પ્લેટફોર્મ દ્વારા રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સમરસ હોસ્પિટલ ખાતે ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઇ
ફાયર તેમજ પૂણા પોલિસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે
સુરત શહેર ફાયર વિભાગ દ્વારા શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના મેડિકલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી. આ સમયે સ્થાનિક પોલીસનો કાફલો અને ફાયર વિભાગનો કાફલો મોકડ્રીલ સ્થાને પહોંચી જેતે સમયને કઈ રીતે પહોંચી વળવા, આગની ઘટના બને તો કઇરીતે આ ઘટનામાં કાર્ય કરવું તેનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની હાઇડ્રોલિક ફાયર પ્લેટફોર્મ મશીન પણ લાવામાં આવ્યું હતું અને તે મશીન દ્વારા જ હોસ્પિટલના ICU વોર્ડના દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જો રેસ્ક્યૂ દરમિયાન દર્દીઓને 108 એમ્બ્યુલન્સ નહિ મળે તો તે તેવા દર્દીઓને ખાનગી વાહન મારફતે, પોલીસની પાયલોટિંગની ગાડી મારફતે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરત ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી
સુરત શહેરમાં તથા રાજ્ય અને દેશના અન્ય રાજ્યોમાં જે પ્રમાણે આગની ઘટનાઓ બની છે, સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ અઠવાડિયામાં હોસ્પિટલ અને અન્ય જગ્યાઓ ઉપર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ શહેરમાં આગની ઘટનાને નાથવા માટે સુરત શહેર ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોકડ્રિલ યોજવામાં આવી રહી છે. તેજ રીતે આજે બુધવારે સુરત શહેર ફાયર વિભાગ દ્વારા પરવટપાટિયા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના મેડિકલ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી હતી. તેમાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફને પણ આગ લાગવાની ઘટનાની સમયે હોસ્પિટલમાં લાગેલા ફાયરના સાધનોને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની સમજણ આપવામાં આવી હતી. જેથી આગની ઘટનાની સમયે જાનહાનિ ટાળી શકાય. - જગદીશ જે. પટેલ (મોકડ્રિલ ઇન્ચાર્જ, ફાયર ઓફિસર)