- આયુષ પરમ હોસ્પિટલના 5માં માળે ICUમાં આગ લાગી
- આ દુર્ઘટનામાં 4 લોકોના મોત
- હોસ્પિટલના કુલ 12 જેટલા કોરાના દર્દીઓને બચાવી લેવામાં આવ્યાં
સુરત : શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આયુષ પરમ હોસ્પિટલના 5માં માળે ICUમાં રવિવારે મોડી રાતે અચાનક ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જોકે, પ્રથમ દ્રષ્ટિએ જોતા ખાલી શોર્ટ સર્કિટને કારણે ધુમાડા નીકળ્યા હતા. ત્યારબાદ, અચાનક જ આગ લાગી ગઈ હતી. આ આગના કારણે ત્યાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કાફલોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલના કુલ 12 કોરાના દર્દીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ દર્દીઓને સિમ્મેર કોવિડ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યા હતા. જોકે, આ આગમાં, 4 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો: બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગ, ભારે જહેમત બાદ આગ આવી કાબુમાં
દર્દીઓને અન્ય હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરાયા
આગ લાગતાની સાથે જ સુરતના મેયર હેમાલી બોગવાળાએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને તેમણે કહ્યુ કે, હાલ જે સુરતના લાલદરવાજા ખાતે આયુષ હોસ્પિટલમાં દુર્ઘટના બની છે. તેના પગલે તમામ 9થી 10 જેટલા દર્દીઓને સિમ્મેર અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નવી દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલના ICUમાં આગ, દર્દીઓ માંડ માંડ બચ્યાં
ACમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગીસમગ્ર ઘટના પગલે સુરત ફાયર વિભાગના ઇન્ચાર્જ જગદીશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આયુષ પરમ હોસ્પિટલના 5માં માળે ICUમાં રવિવારે મોડી રાતે અચાનક ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જોકે, પ્રથમ દ્રષ્ટિએ જોતા ખાલી શોર્ટ સર્કિટને કારણે ધુમાડા નીકળ્યા હતા. ત્યારબાદ, અચાનક જ આગ લાગી ગઈ હતી. આ આગના કારણે ત્યાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કાફલોએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. હોસ્પિટલના કુલ 12 જેટલા કોરાના દર્દીઓને બચાવી લેવામાં આવ્યાં હતાં. હાલ સુરત ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફાયર સેફટી બાબતે તપાસ ચાલી રહી છે.