ETV Bharat / city

સુરતના સચિન GIDCમાં લાગી આગ - surat fire disaster

સુરતના સચિન GIDC વિસ્તારમાં એક અત્તરની ફેક્ટરીમાં આગ લાગી હતી જેને કાબુમાં લેવા માટે 10 ફાયર વિભાગની ગાડીઓએ કામગીરી હાથ ધરાઈ હતી.

સુરતમાં લાગી આગ
સુરતમાં લાગી આગ
author img

By

Published : Feb 19, 2021, 8:06 PM IST

  • સચિનની અત્તરની ફેક્ટરીમાં લાગી આગ
  • 10 ફાયરબ્રિગેડની ગાડીઓ તેનાત
  • કુલિંગની પ્રક્રિયા બાદ આગનું કારણ આવશે બહાર

સુરત : સચિન GIDCના રોડ નંબર 4 ઉપર આવેલા 437 નંબર પ્લોટમાં આવેલી અત્તર બનાવની ફેકટરીમાં અચાનક આગ લગતા દોડધામ મચી ગઈ હતી. ફેક્ટરી દ્વારા ફાયરને જાણ કરતા ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવામાં આવ્યો હતો. જોકે આ આગમાં કોઈ જાનહાની નથી થઇ પણ નુકસાન ઘણું થયું છે.

સુરતના સચિન જી.આઈ.ડી.સીમાં લાગી આગ

આગ હજૂ કાબુમાં આવી નથી

અત્તરની કંપની હોવાથી ત્યાં પરફ્યૂમ, સેન્ટ, સુગન્ધિત અત્તરો બને છે, તો આ બધી જ વસ્તુઓ જ્વલનશીલ હોવાથી આગને હજૂ સુધી ફાયર વિભાગ દ્વારા કાબુમાં લઇ શકાઈ નથી. કુલ 10 ગાડીઓ ત્યાં પહોંચીને આગને કાબુમાં લેવાનો પર્યાસ કરી રહી છે.

સુરતમાં લાગી આગ
સુરતમાં લાગી આગ

આગ લાગવાનું કારણ અકબંધ.

જો કે હવે આગ લાગવાનું કારણ તો જયારે આગ કાબુમાં આવશે ત્યારે ખબર પડશે. આગ કાબુમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરાશે. ત્યાર બાદ જ ખબર પડશે કે આગ કયા કારણે લાગી હતી. હાલ ફેકટરીમાં અત્તર હોવાથી જેમાં આગ ઝડપથી ફેલાતી જાય છે અને આગ પર કાબુ મેળવામાં ફાયર વિભાગની ટીમને વિલંબ થઇ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.