ETV Bharat / city

Titodi Bazaar App : આ એપ મારફતે ખેડૂતોને ઉત્પાદન વેચાણ કરવા માટે રસ્તો બન્યો સરળ

સુરતી કોમ્પ્યુટર સાયન્ટિસ્ટની ટીમે ખેડુતોને લઈને અનોખું સ્ટાર્ટ અપ કર્યું છે. આ ટીમ 'ટીટોડી' એપ મારફતે (Titodi Bazaar App) ખેડૂતો માટે કૃષિ વિશેષો રસ્તો સરળ બનાવ્યો છે. આ એપમાં ખેડૂતો વિનામૂલ્યે (Titodi website) પોતાનો એગ્રી સ્ટોર બનાવી ગ્રાહકો સુધી ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકે છે. જૂઓ સમગ્ર માહિતી શું છે આ એપ...

આ એપ મારફતે ખેડૂતોને ઉત્પાદન વેચાણ કરવા માટે રસ્તો બન્યો સરળ

author img

By

Published : May 6, 2022, 3:35 PM IST

સુરત : બદલાતી દુનિયા સાથે ખેડૂતો અને કૃષિ પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે. આજના ખેડૂતો તેમના કૃષિ પાકોનું ઓનલાઈન વેચાણ કરીને ખેતીને વધુ નફાકારક બનાવી રહ્યાં છે. ત્યારે સુરતના ઉત્સાહી યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ.પ્રતિક દેસાઈ અને તેમની ટીમે 'ટીટોડી' એપ (Titodi Bazaar App) અને વેબસાઈટ બનાવી છે. જેના માધ્યમથી ખેડૂત પોતાનો ડિજિટલ એગ્રી સ્ટોર બનાવી દેશના કોઈ પણ ખૂણે (Farmers Production Sales on Titodi Bazaar) પાકનું યોગ્ય કિંમતે વેચાણ કરીને આવક મેળવી શકે છે.

Titodi Bazaar App : આ એપ મારફતે ખેડૂતોને ઉત્પાદન વેચાણ કરવા માટે રસ્તો બન્યો સરળ
Titodi Bazaar App : આ એપ મારફતે ખેડૂતોને ઉત્પાદન વેચાણ કરવા માટે રસ્તો બન્યો સરળ

કેટલી ભાષામાં છે આ એપ - ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ 'ટીટોડી' પ્લેટફોર્મ ખેડૂતોને (Farmers on Titodi App) દેશભરના 768 પાકોની 10 હજાર જેટલી વેરાયટી માટેના શ્રેષ્ઠત્તમ ભાવો અને બજાર ઉપલબ્ધ કરાવી આપે છે. એટલું જ નહીં, સીડ્સથી લઈને સેલ્સ (બિયારણની ખરીદીથી શરૂ કરી વેચાણ સુધીની) તમામ સુવિધાઓ પૂરી પાડે છે. મૂળ સુરતના વતની અને હાલ સિલિકોન વેલીમાં (કેલિફોર્નિયા, યુએસએ) રહેતા યુવા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડૉ. પ્રતિક દેસાઈએ એગ્રીટેક સ્ટાર્ટઅપ શરૂ કરી ફક્ત સુરત કે ગુજરાત જ નહીં પણ દેશભરના ખેડૂતો માટે સુવિધાજનક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Mango Cluster Development Program : દેશના 12 પાયલોટ ક્લસ્ટરોમાં ગુજરાતનું આ સ્થળ પસંદ થયું, ફાયદો શું થશે જાણો

ખેડુતો માટે એપ - પ્રતિક દેસાઈ જણાવ્યું કે, અમારો મુખ્ય હેતુ સમગ્ર કૃષિક્ષેત્રની તમામ કડીઓને સાંકળીને ડેટા માઇનિંગ, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કિસાનોને કૃષિ જણસોના પોષણક્ષમ ભાવો મળે, આંગળીના ટેરવે દેશના કૃષિ બજારોની જાણકારી મળે એવો છે. અમે ખેડૂતને નિઃશુલ્ક ડિજિટલ શોપ આપવાની સાથે એમને નવીનતમ કૃષિ સંશોધનો, લેટેસ્ટ (Agricultural Produce on Tetodi App) બજારભાવોની અપડેટ પણ આપી રહ્યાં છીએ.

પ્રાકૃતિક ખેતીને અપનાવવાની આહ્વાનને ઝીલી લેતી ટીટોડી એપ

વ્યાપારીઓ યોગ્ય ભાવે વેચાણ કરી શકશે - ડો.પ્રતિક દેસાઈએ વધુમાં જણાવ્યું કે, ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઈચ્છતા ગ્રાહકો વચેટિયા વગર કોમોડિટીની શોધ, એનાલિસીસ, ખરીદી, વેચાણ-વેપાર કરી શકે છે. વ્યાપારીઓ યોગ્ય ભાવે વેચાણ કરી શકે છે, જ્યારે ગ્રાહકો તેમના નાણાંનું શ્રેષ્ઠ મૂલ્ય મેળવે છે. આ પ્લેટફોર્મ APMC (કૃષિબજાર) માટે કોમોડિટીઝ લિસ્ટિંગનું સ્ટોક માર્કેટ જેવું ઈન્ટરફેસ પુરૂ પાડે છે. વર્ષ 2016માં આ પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. આજે બે વર્ષની મહેનત બાદ 2018માં કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ રેકગ્નિશન મળ્યું. તેમજ 300 જેટલા પ્રગતિશીલ (Customers on Titodi App) ખેડૂતો અને વ્યાપારીઓ જોડાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Jodhpur CAZRI Institute: કૃષિ મહિલાઓને વિશેષ તાલીમ આપવામાં આવી, જોધપુરમાં માસુમોને પૌષ્ટિક આહાર આપવા કજરી સંસ્થાનુ અભિયાન

સરળ પ્લેટફોર્મ પૂરું પાડે છે - આ સ્ટાર્ટ એપના હેડ ઓફ ગ્રોથ ચિંતન પપૈયા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતીને અપનાવવાની આહ્વાનને ઝીલી લેતા ટીટોડી દ્વારા ગુજરાતની સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી (SPNF) ચળવળ સમિતિ સાથે સમજૂતી કરી છે. ટીટોડીએ નવસારી કૃષિ યુનિવર્સિટી સાથે MoU પણ કર્યા છે. યુનિવર્સિટી નિર્મિત ઉત્પાદનોનું પણ વેચાણ કરવામાં આવે છે. 'ટીટોડી' ખેડૂતો, વેપારીઓ અને કૃષિ સંગઠનોને (Merchants on Titodi App) તેમના ક્લાયન્ટ સુધી સીધા પહોંચવા માટેનું સરળ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.