સુરત નકલી પોલીસના નામે લૂંટ કરનારા (Fake Police Loot) આરોપીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતના પાંડેસરામાં (pandesara surat) . અહીં એક મકાનમાં એક મહિલા અને 2 આરોપીઓએ એક ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવવાનો (Fake Police Loot Case in pandesara surat) પ્રયાસ કર્યો હતો. આરોપી મહિલાએ પોતે DCP હોવાની ઓળખ આપી હતી. જોકે, ઘરની મહિલાએ બૂમાબૂમ કરતા આ નકલી પોલીસને પાડોશીએ પકડી પાડી હતી.
70,000 રૂપિયા પડાવ્યા આ અંગે મળતી માહિતી અનુસાર, પાંડેસરાના (pandesara surat) એક મકાનમાં એક મહિલા અને 2 લોકો ગયા હતા. મહિલાએ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના (Surat Crime Branch) મહિલા DCP તરીકે આપી હતી. સાથે જ અહીં ઘરના મહિલા સભ્યને તમે ડ્રગ્સનો ધંધો કરો છો. તમારા પર કેસ કરવો પડશે તેમ કહી રૂપિયા 3,00,000 રૂપિયાની માંગણી કરી હતી. આખરે 70,000 રૂપિયા મહિલા પાસે પડાવી લીધા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ ભેગા થઈને (Fake Police Loot Case in pandesara surat) આ નકલી DCPને ઝડપી પાડી (Surat Police) હતી. જ્યારે આરોપી મહિલાના 2 સાગરિતો ભાગી ગયા હતા.
નકલી પોલીસની આપી ઓળખ પાંડેસરાના (pandesara surat) શિવનગરમાં ઘર નંબર એ 301માં રહેતા અલકા પ્રહલાદ પાટીલ ઘરકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન બપોરે 2 વાગ્યે સુમારે અચાનક જ તેમના ઘરે એક મહિલા અને બે પુરૂષો આવ્યા હતા. દરવાજો ખટખડાવી આવીને આ મહિલાએ પોતાની ઓળખ હર્ષા ડિસીપી ક્રાઈમ બ્રાન્ચ (Fake Crime Branch DCP) તરીકે આપી હતી અને તેની સાથે જે બે જણા છે તે પોલીસવાળા છે તેમાં કહ્યું હતું.
નકલી મહિલા DCPએ આપી ધમકી નકલી મહિલા ડીસીપી હર્ષાએ અલકા પાટીલને ધમકાવી હતી. એમ કહ્યું હતું કે તમે ડ્રગ્સનો ધંધો કરો છો તમારા પર કેસ કરવો પડશે. જોકે. આ વાત સાંભળીને અલકા પાટીલ ડરી ગયાં હતાં. કારણ કે, ડ્રગ્સ શું છે તે જ તેને ખબર નહતી. જોકે મહિલા ડીસીપી બનીને આવેલી આરોપી હર્ષાએ નીચે જીપ ઊભી છે. ચાલો તમને ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) લઈ જવા પડશે તેમ કહેતા અલકા પાટીલ ગભરાઈ ગયા હતા. અને કબાટમાંથી રોકડા 20,000 રૂપિયા કાઢીને આપી દીધા હતા. વધુ રૂપિયા માંગતા અલકા પાટીલ પોતાના ઘરેણા ગીરવી મૂકીને બીજા 50,000 રૂપિયા લઈ આવી હતી.
પાડોશીએ પકડી પોલીસને નકલી ડીસીપી (Fake Police Loot Case) બનીને આવેલી આરોપી હર્ષા અને તેના બે સાગરિતો 70,000 રૂપિયા લઈને ભાગવા લાગ્યા એટલે અલકા પાટીલે બૂમાબૂમ કરી હતી. જ્યારે ભેગા થયેલા લોકોએ મહિલા આરોપી હર્ષાને પકડી પાડી હતી.
આરોપી તડીપાર થઈ ચૂકી છે સુરત પોલીસના એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસને (Pandesara Police) જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી અને હર્ષાએ પોતાનું આખું નામ હર્ષા લવજીભાઈ ચોવટીયા જણાવ્યું હતું. જ્યારે ફરાર 2 આરોપીઓનું નામ લાલુ અને બીજાનું પાર્થ હોવાનું કબૂલ્યું હતું. નકલી પોલીસ બનીને આવેલી હર્ષા ચોવટીયા સામે અગાઉ પણ આ જ રીતે ના ગુનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તે અગાઉ તડીપાર પણ થઈ ચૂકી છે.