સુરત : ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છેલ્લા 20 વર્ષથી જેની રાહ જોઈ રહ્યું છે, આખરે તે આશા પૂર્ણ થવા જઈ રહી છે. AAI દ્વારા રૂપિયા 355 કરોડના ખર્ચે સુરત એરપોર્ટનું વિસ્તરણ કાર્ય શરૂ કરાયું છે. ટર્મિનલ વિસ્તરીકરણ કારણે અનેક સુવિધા મળી રહેશે. 355 કરોડના પ્રોજેક્ટમાં એપ્રોન, સમાંતર ટેક્સી ટ્રેકનો પણ સમાવેશ છે. સુરત એરપોર્ટ મુંબઇનો વિકલ્પ બની શકે છે. સુરત એરપોર્ટના વિસ્તરણ બાદ સુરતથી 50 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે.
ટર્મિનલ વિસ્તરણનો સૌથી મોટો ફાયદો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના આગમન પ્રસ્થાનમાં થશે. જે હાલમાં સુરત એરપોર્ટ પર રાત્રીના સમયે જ સંચાલન કરી શકશે, જે ટર્મિનલના વિસ્તરણ પછી 24 કલાક ચાલશે, હાલ ટર્મિનલ નાનું હોવાને કારણે દિવસ દરમિયાન ઘરેલું અને રાત્રીના સમયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે સક્ષમ છે. જે ટર્મિનલ વિસ્તરણ બાદ સ્થાનિક વિભાગ અને આંતરરાષ્ટ્રીય વિભાગને અલગ પાડવા માટે સક્ષમ હશે. જેથી તેને અલગ કરી 24 કલાક ઉપયોગમાં લઇ શકાશે.
ટર્મિનલ વિસ્તરણ બાદ આ સુવિધાઓ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળશે...
- નવું ટર્મિનલ 25,520 ચોરસમીટરના ક્ષેત્રમાં તૈયાર થશે
- આ એરપોર્ટ દર કલાકે 1,200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને સંચાલિત કરવામાં સક્ષમ હશે
- આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રીજ, 5 બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે.
- 5 એરો બ્રીજ પરથી 5 ફ્લાઇટ હેન્ડલ થઇ શકશે
- આ સાથે પાર્કિંગમાંથી એરક્રાફ્ટની મુવમેન્ટ વધારીને પાર્કિંગમાંથી પણ હેન્ડલ કરી શકાશે, જેથી ફલાઇટ મુવમેન્ટ વધશે
- હાલની પરિયોજનામાં 5 ફલાઇટ પાર્કિંગથી 23 પાર્કિંગ થશે
- એપ્રોનનું વિસ્તરણ અને સમાંતર ટેક્સી ટ્રેકનું નિર્માણ સામેલ છે
- 20 ચેક-ઇન કાઉન્ટરો હોવાને કારણે લાંબી લાઇનથી છૂટકારો મળશે
- એર લાઇનને વધુ કાઉન્ટર ફાળવી શકાશે
- બોર્ડિંગ પાસ અને ક્લિયરન્સ સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થઈ જશે
- પ્રવાસીઓ પણ ટર્મિનલ બિલ્ડિંગથી સીધા જ ફ્લાઇટમાં પ્રવેશ કરી બહાર નીકળી શકશે
વિ વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગૃપના સભ્ય સંજય જૈને જણાવ્યું હતું કે, મુંબઈ એરપોર્ટ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરી શકાય અને સુરતને લાભ મળી શકે છે. મુંબઈ નજીક પૂણે એરપોર્ટ હોવા છતાં તેને લાભ મળવો નહિવત છે. પૂણે એરપોર્ટ એરફોર્સ બેઝ હોવાથી સુરતને સીધો ફાયદો થઇ શકે છે. સુરત એર પોર્ટ વિશ્વકક્ષાની સુવિધાઓ સાથેનું સુરત એરપોર્ટ બનશે. વિસ્તરણથી નવી ફ્લાઇટ્સમાં વધારો થશે, નવી એરલાઇન્સના ખુલ્લા માર્ગો હશે. આ તમામ પરિયોજના 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. મુંબઇ એરપોર્ટથી આશરે 30 ટકા યાત્રીઓ દક્ષિણ ગુજરાતના હોય છે.
સુરત આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનશે, તેની ખુશી ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં આવનારા ઉદ્યોગકારોની સંખ્યા વધશે. ઉદ્યોગ જૂથની એન્ટ્રી સાથે નવા ઉદ્યોગો આવશે, રોજગારી વધશે, હીરા અને કાપડનો ધંધો સુરતથી ધમધમશે, નવા ક્ષેત્રની નવી ફ્લાઇટ્સ સુરતમાં નવો ધંધો પૂરો પાડશે. આ સાથે કસ્ટમ ક્લિયર છે. વિન્ડો અંગે પણ સરકાર જો ધ્યાન આપે તો ઉદ્યોગકારોને ખાસો લાભ થઈ શકે છે. વિદેશોથી આવતા ડાયમંડ હવે સુરત એરપોર્ટ પર આવવાથી ઉદ્યોગકારોને મોટો લાભ થશે.