ETV Bharat / city

મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો - નિકાસ

કોરોનાની મહામારીને કારણે તમામ ઉદ્યોગોને ખૂબ નુકસાન થયું છે. લોકડાઉન બાદ કેટલાક ઉદ્યોગમાં જરૂરથી તેજી આવી છે. જેમાં સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ સારો સમય ચાલી રહ્યો છે, કારણ કે મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો થયો છે.

મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો

author img

By

Published : Nov 11, 2020, 2:59 PM IST

  • સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ સારો સમય
  • મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો
  • વર્ષ 2020-21માં રૂ.6229 કરોડનો એક્સપોર્ટ વેપાર નોંધાયો

    સુરત : કોરોનાની મહામારીને કારણે તમામ ઉદ્યોગોને ખૂબ નુકસાન થયું છે. લોકડાઉન બાદ કેટલાક ઉદ્યોગમાં જરૂરથી તેજી આવી છે. જેમાં સુરતના હીરા ઉદ્યોગ માટે ખૂબ સારો સમય ચાલી રહ્યો છે, કારણ કે મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો થયો છે.
    મુંબઈમાં કોરોનાની અસરને કારણે સુરતથી થતાં એક્સપોર્ટમાં ખૂબ મોટો વધારો

  • મુંબઈમાં કોરોનાની મહમારીને કારણે એક્સપોર્ટની કામગીરી બંધ

    દુનિયાના 11 હીરા પૈકી નવ હીરાનું કટિંગ પોલિશીંગનું કામ સુરતમાં થાય છે, એક રીતે કહેવા જઈએ તો સુરત હીરા ઉદ્યોગનું હબ છે, જોકે તેમ છતાં હીરા એક્સપોર્ટ મુંબઈ થી જ કરવામાં આવતા હોવાથી સુરતને તેનો સીધો ફાયદો ક્યારેય થયો નથી, પરંતુ કોરોનાએ હીરા ઉદ્યોગને જરૂરથી ફાયદો કરાવી આપ્યો છે. મુંબઈમાં કોરોનાની મહમારીને કારણે એક્સપોર્ટની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેને પગલે સુરતના તમામ ઉદ્યોગકારો જે મુંબઈથી એક્સપોર્ટ કરતાં હતાં, તેમને સુરતથી એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું હતું.

  • એક્સપોર્ટમાં 444 ટકાનો વધારો

    ગુજરાત હીરા બુર્સ પાસેથી મળતી માહિતી અનુસાર એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન પાછલા વર્ષની સરખાણીએ આ વર્ષે થયેલ એક્સપોર્ટમાં 444 ટકાનો વધારો થયો છે. વર્ષ 2019-20 દરમિયાન રૂ.1402 કરોડનો એક્સપોર્ટ પોલિશ્ડ ડાયમંડનો થયો હતો, જેની સામે વર્ષ 2020-21માં રૂ.6229 કરોડનો એક્સપોર્ટ નોંધાયો છે.

  • ગુજરાતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો ગ્રોથ 61 ટકા થયો

    જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાના કહેવા મુજબ દેશમાં વિવિધ જગ્યોથી થતાં જેમ એન્ડ જ્વેલરીના કુલ એક્સપોર્ટમાં 32થી 90 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, ગુજરાતની જેમ એન્ડ જ્વેલરી સેક્ટરનો ગ્રોથ 61 ટકા થયો છે. જીજેઈપીસીની રજૂઆતોને પગલે ચાલુ વર્ષે બેંક ગેરેન્ટી એક્સપોર્ટમાંથી દૂર કરવાની સાથે લોકડાઉન દરમિયાન સુરતથી વાયા મુંબઈ થઈને હોંગકોંગ હીરાના પાર્સલ એક્સપોર્ટ કરવા માટે કસ્ટમ તરફથી પરવાનગી મળી હતી.

  • અંદાજે રૂ.2500 કરોડથી વધુના પાર્સલનું સુરતથી એક્સપોર્ટ

    સ્થાનિક હીરા ઉદ્યોગકારોના મતાનુસાર, મે માસ દરમિયાન જ અંદાજે રૂ.2500 કરોડથી વધુના પાર્સલનું સુરતથી એક્સપોર્ટ થયું હોઈ ત્યારે પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ થી ઓક્ટોબર સુધીના પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટના આંક મોટી સિધ્ધી સમાન છે.

4 વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર સુધીના નિકાસનું સરવૈયું

• 915.85 -કરોડ 2017-18

• 240.96- કરોડ 2018-19

• 1402.30-કરોડ 2019-20

• 6229.99-કરોડ 2020-21

એક્સપોર્ટનું મોટું કામ સુરતથી થવા જઈ રહ્યું છે

આમ દિવાળી અને નાતાલના તહેવારો અગાઉ સુરતને મળેલો એક્સપોર્ટનો ફાયદો આગામી દિવસોમાં પણ યથાવત રહશે, કારણ કે આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ પણ શરૂ થશે જેને પગલે એક્સપોર્ટનું મોટું કામ સુરતથી જ થવા જઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.