ETV Bharat / city

એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી

સુરત શહેરમાં સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલ  બહાર દર્દીઓને પરિજનોની ભીડ એકત્ર થઈ રહી છે. સુરતના કોરોના હોસ્પિટલમાં દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યુલન્સની એન્ટ્રી થઈ રહી છે.

એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી
એક જ દિવસમાં સુરતમાં 10 મોત, દર 7થી 15 મિનિટમાં 108 એમ્બ્યૂલન્સની એન્ટ્રી
author img

By

Published : Apr 8, 2021, 2:05 PM IST

  • સુરતમાં કોરોનાથી મોતની ગતિ વધી
  • બુધવારે નોંધાયાં 10 મોત
  • કોરોનાના દર્દી સાથે 7થી 15 મિનિટમાં એમ્બ્યૂલન્સની એન્ટ્રી

    સુરતઃ કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જઈ રહી છે, તે દરમિયાન સુરતમાં બુધવારે કોરોનાની સારવાર લઈ રહેલા વધુ આઠ દર્દીઓ અને જિલ્લાના બે દર્દીઓ મળી 10 મોત નોંધાયાં હતાં. સંક્રમણ વધવાને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. વધુ દસ મોત સાથે મરણાંક 1220 ઉપર પહોંચી ગયો છે. શહેરમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વકરી રહ્યાં છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળીને કોરોના કેસો હજારને પાર 1108 દર્દીઓ દાખલ થયાં છે. જેમાં કોરોનાના 970 દર્દીઓ ગંભીર અવસ્થામાં મોત સામે લડી રહ્યાં છે.

આ પણ વાંચોઃ સુરતના મંદિરોમાં લાગ્યું કોરોનાનું ગ્રહણ

ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ રાખવા માટે એમઓયુ કરવામાં આવશે

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં અતિ વિકટ સ્થિતિને પહોંચી વળવા બેડ રિઝર્વ રાખવાના હેતુથી મનપા દ્વારા હવે ખાનગી હોસ્પિટલોમાં 50% બેડ રિઝર્વ રાખવાનું નક્કી કરાયું છે. શહેરની અંદર જે 51 જેટલી ખાનગી હોસ્પિટલોને મનપાએ ડેઝિગ્નેટેડ જાહેર કરી છે. આ પૈકીની મોટાભાગની હોસ્પિટલો સાથે મનપા દ્વારા 50 ટકા બેડ રાખવા માટે એમઓયુ કરવામાં આવશે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના વિક્રમી નવા 819 કેસ આવતા સ્થિતિ ગંભીર બની છે. નવી સિવિલ કોવિડ હોસ્પિટલ ફૂલ છે, જ્યારે જૂની બિલ્ડિંગમાં ત્રણસો દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યાં છે. કેટલાક દર્દીઓ કલાકો સુધી સારવાર વગર એમ્બ્યૂલન્સમાં જ રહેવું પડ્યું છે.

ક્વોરન્ટીન નાગરિકોનો આંકડો 12000ની પાસે પહોંચી ચૂક્યો છે

સુરત શહેરમાં કોરોના વાયરસના બેફામ વધી રહેલું સંક્રમણ કેટલું ભયાવહ છે કે માત્ર 6 દિવસમાં જ સુરત શહેરમાં ક્વોરન્ટીન નાગરિકોનો આંકડો 12000ની પાસે પહોંચી ચૂક્યો છે. ઉપરાંત એક્ટિવ કેસો પૈકી જે દર્દીઓને સઘન સારવારની આવશ્યકતા પડી રહી છે તેવા દર્દીઓનો આંકડો પણ 650થી વધુ નોંધાયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના કારણે 10 વર્ષથી નાના 124 બાળકો કોરોના પોઝિટિવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.