- સુરતમાં એસ.ટી. વિભાગ દ્વારા કરાયો વિરોધ
- કામદારોને થતા અન્યાયને લઈને કારોય વિરોધ
- આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
સુરત: એસ. ટી. કામદારોના સાતમા પગાર પંચ સહિતના અન્ય પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતમાં એસ.ટી.ના તમામ કામદારો આંદોલન કરી રહ્યા છે. જેના ભાગરૂપે સુરતમાં એસ. ટી. ડેપો ખાતે કામદારો કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા સાતમા પગાર પંચનો લાભ એસ.ટી.ના તમામ કામદારો આપવામાં આવ્યો નથી તે વાતને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિરોધ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે
સમગ્ર ગુજરાતમાં એસ.ટી.ના 45 હજાર કામદારોને સાતમાં પગાર પંચ પૂરેપૂરો આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત પણ મોંઘવારી ભથ્થું, પે ગ્રેડ તેમજ સરકાર દ્વારા ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી એસ.ટી તેમજ પ્રવાસીઓને જ નુક્સાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 27 સપ્ટેમ્બર તેમજ 1 ઓક્ટોબરના રોજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવશે. તેમ છતા પણ જો માગ સ્વિકારવામાં નહીં આવે તો 7 ઓક્ટોબરના મધરાત્રીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.