- સંસ્કાર પ્રોસેસર્સના કર્મચારીઓએ પગાર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે સમર્પિત કર્યો
- ભવ્ય રામ મંદિરના વિષયમાં માર્ગદર્શન આપ્યું
- ભવ્ય રામ મંદિર દેશ ની એકતા અને વિકાસ નું સ્વરૂપ
સુરત :સંસ્કાર પરિવાર દ્વારા આર.એસ.એસ. સુરતના સંધચાલક સુરેશ માસ્ટર, વિશ્વ હિન્દુ પરિષદના સુરત મહાનગરના અધ્યક્ષ અનિલ રુંગટા, વિશ્વ હિન્દુ પરિષદના સુરત મહાનગરના ઉપાધ્યક્ષ વિક્રમ શેખાવત, રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અભિયાનના સુરત સહપ્રમુખ સંજય બંસલ ને રૂપિયા 555555નો ચેક અર્પણ કર્યો હતો.સુભાષ સાડીઝ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને સંસ્કાર પ્રોસેસર્સના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સુભાષ અગ્રવાલ અને ડાયરેક્ટર કેપ્ટન બીપીન ઉપસ્થિત રહ્યા હતા.
ભવ્ય રામ મંદિર દેશ ની એકતા અને વિકાસ નું સ્વરૂપ બનશે
ફેક્ટરીના બધા જ શ્રમિકો અને આમંત્રિત મહેમાનોએ સાથે અલ્પાહાર કર્યો હતો.પદાધિકારીઓએ રામ જન્મભૂમિના ઇતિહાસ અને બનવા જઇ રહેલા ભવ્ય રામ મંદિરના વિષયમાં માર્ગદર્શન આપ્યું હતુ.
સંસ્કાર પ્રોસેસર્સના સદસ્યો દ્વારા પધારેલ પદાધિકારીઓને સમર્પણના રૂપમાં નિધિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.ફેક્ટરીના ડાયરેક્ટર કેપ્ટન બિપીન જે પોતે સુરત મહાનગર વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ છે.આ અભિયાનમાં પુરજોશથી કામમા લાગેલા છે તેમણે જણાવ્યું કે,સુરતમાં ટેક્સટાઈલ અને અન્ય ક્ષેત્રોમાં આ પ્રકારની જનજાગૃતિ ફેલાવવામાં આવશે.સાધારણથી સાધારણ વ્યક્તિનો પણ યોગદાન રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે થાય એના પ્રયત્નો કરવામાં આવશે.બની રહેલ ભવ્ય રામમંદિર ફક્ત રામ મંદિર નહીં પરંતુ રાષ્ટ્ર મંદિર છે. આ ભવ્ય રામ મંદિર દેશ ની એકતા અને વિકાસ નું સ્વરૂપ બનશે.