ETV Bharat / city

સુરતના આર્થિક જાણકારોએ બજેટને આવકાર્યું - Budget 2021

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે બજેટ રજૂ કર્યૂ હતું. તેને સુરતના આર્થિક જાણકાર અને શહેરના પ્રખ્યાત ચાર્ટડ એકાઉન્ટન્ટ દ્વારા ડિસ્ટનસિંગ માર્ક આપવામાં આવ્યું છે. આ બજેટને આવનારા દિવસોમાં આર્થિક ક્ષેત્રના દૃષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. ટેક્સેશનમાં જે રાહત આપવામાં આવી છે, તેને પણ વેપારીઓના હિતમાં ગણાવી રહ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું છે કે, આ બજેટ સુરત માટે ખૂબ જ સારૂ રહેશે.

સુરતના આર્થિક જાણકારોએ બજેટને આવકાર્યું
સુરતના આર્થિક જાણકારોએ બજેટને આવકાર્યું
author img

By

Published : Feb 1, 2021, 10:11 PM IST

  • સુરતના આર્થિક જાણકારોએ બજેટને સુરત માટે સારું ગણાવ્યું
  • આર્થિક ક્ષેત્રના નિષ્ણાંતોએ બજેટને 10માંથી 7 માર્ક આપ્યાં
  • ટેક્સટાઇલ પાર્કની વાત બજેટમાં કરવામાં આવી તે સુરત માટે આવકારદાયક

સુરતઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે બજેટ રજૂ કર્યૂ હતું. ત્યારે પ્રખ્યાત સીએ અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાંત અનુજ ગોળવાળાએ આ બજેટને 10માંથી 7 માર્ક આપતા જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ પાર્કની વાત બજેટમાં કરવામાં આવી છે તે સુરત માટે આવકારદાયક છે, કારણકે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ છે અને ટેકસટાઇલ પાર્ક આવવાથી અહીં રોજગારીની તકો વધશે તેમજ ઉદ્યોગને લાભ મળશે. સાથે હીરા ઉદ્યોગ અને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે જે જાહેરાત કરવામાં આવી છે તે ઉદ્યોગ માટે આવનારા દિવસોમાં ખુબ જ સરસ રહેશે.

ટેક્સેશન 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવ્યું

શહેરના પ્રતિષ્ઠિત સીએ રૂપીન પચ્ચીગરે જણાવ્યું હતું કે, સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે અને ટેકસટાઇલ પાર્ક આવવાથી આર્થિક ગતિને વેગ મળશે. બીજી બાજુ ટેક્સેશન 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવ્યું છે, તે વેપારીઓ માટે ખૂબ જ લાભકારી સિદ્ધ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.