સુરત ભારે વરસાદના કારણે બે ખાડીમાં પાણીનું (Rain Forecast in Gujarat) સ્તર વધ્યું છે. શહેરના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીનું સ્તર વધી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી બાજુ પુના વિસ્તાર ખાતે આવેલા સળીયા હેમાતમાં ખાડી પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. પાંચ ફૂટ પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, એટલું જ નહીં ખાડી નજીક આવેલા મંદિર પાણીમાં ડુબાઇ (Meteorological department forecast) જવાની ઘટના પણ સર્જાય છે.
આ પણ વાંચો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો
સુરતમાં કેટલો વરસાદ 6 કલાકમાં વરસાદની વાત કરીએ તો સુરતમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મોસમનો 95 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા 16મી ઓગસ્ટના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દર વર્ષે ઉપરવાસ અને સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીઓની પરિસ્થિતિ દયનિય થઈ જતી હોય છે. સળિયા હેમાત ખાડી પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પાંચ ફૂટ પાણી ભરાતા ગામવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ગ્રામવાસીઓ દ્વારા આ સમસ્યાનું કાયમી ઉકેલ કરવા માંગ પણ કરાઈ છે. ખાડી નજીક આવેલા મંદિર પણ પાણીમાં ડૂબી ગયેલા છે. તો બીજી બાજુ લિંબાયત ખાતે આવેલ મીઠી ખાડી વિસ્તારમાં પાણી વધતા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ફાયર વિભાગની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક
ખાડીમાં પાણી વધ્યા હવામાન વિભાગે આઠ જિલ્લામાં ઓરેન્જ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો (Gujarat rain update) એલર્ટ જાહેર કર્યું હતું. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું હતું સુરતમાં આ છેલ્લા બે દિવસથી અનાધાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે (Rain in Surat) શહેરમાંથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખાડીમાં પાણી વધ્યા છે. ખાડીથી નીચાણવાળા વિસ્તારમાં પણ (monsoon rain 2022) પાણી ભરાયા છે ત્યારે બીજી બાજુ તળિયા હેમદમાં ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યાં પાંચ ફૂટ પાણી ભરાયા છે.