- મીઠાના ઉત્પાદકો પાસેથી ઉઘરાવવામાં આવતી સેસ બંધ થઇ!
- સેન્ટ્રલ સોલ્ટ કમિશનરની ઓફિસ ક્યાં છે?
- મીઠાના ઉદ્યોગમાં ક્યારે મળશે લોન અને વીમો?
અમદાવાદ: રાજ્યમાં સૌથી વધુ મીઠું કચ્છના રણમાં ઉત્પાદિત થાય છે. ત્યારે સરકાર દ્વારા સેન્ટ્રલ સોલ્ટ કમિશનરની ઓફિસ જયપુર ખાતે રાખવામાં આવી છે. જોવા જઈએ તો રાજસ્થાનમાં માત્ર ૮ ટકા જ મીઠાનું ઉત્પાદન થાય છે અને 81 ટકા ઉત્પાદન તો માત્ર ગુજરાતમાં થાય છે. ત્યારે મીઠા ઉત્પાદકો માટે અત્યાર સુધી કોઈ પણ જાતની કામગીરી માટે જયપુર ધક્કા ખાવા પડતા હતા. તો બીજી તરફ અમદાવાદમાં ડેપ્યુટી કમિશનરની ઓફિસ આવેલી છે. ત્યાંથી મીઠા ઉત્પાદકોને સમગ્ર કામગીરી કરવી પડે છે. તો કોઈપણ મોટી કામગીરી માટે હવે સીધી દિલ્હીની ફ્લાઇટ પકડવાનો વારો આવ્યો છે. કારણ કે જયપુરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ કમિશનરની ઓફિસને બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી ખાતેના અધિકારીઓને જયપુર ખાતે અમુક દિવસ જ મોકલવામાં આવતા હતા અને સમગ્ર કામગીરી કરવામાં આવતી હતી.
રાજ્યમાં મીઠાના ઉત્પાદનની આંકડાકીય માહિતી સરકારનો વિખવાદ હવે મીઠાના ઉદ્યોગ માથેકેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે બન્ને સરકાર વચ્ચે ચાલી રહેલા વિખવાદની વચ્ચે સેન્ટ્રલ સોલ્ટ કમિશનરની ઓફિસ જયપુર ખાતે રાખવામાં આવી હતી. પરંતુ હવે, કેન્દ્ર અને રાજયમાં ભાજપની જ સરકાર હોવા છતા કોઇ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને સેન્ટ્રલ સોલ્ટ કમિશનરની ઓફિસ જ બંધ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં મીઠાના ઉત્પાદનની આંકડાકીય માહિતી શું સરકારે સેસ ઉઘરાવવાનું બંઘ કર્યુ?સરકાર દ્વારા મીઠા ઉત્પાદકો પાસેથી લેવામાં આવતા સેસ હવે બંધ કરી હોય તેવું લાગી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે કે, સરકારને મીઠામાંથી સેસની જેટલી રકમ મળે છે, તેના કરતાં વધારે ખર્ચ સેસને ઉઘરાવવામાં થાય છે. ત્યારે હવે સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન પર લેવામાં આવતી 2 ટકા સેસ બંધ કરી દેવામાં આવી હોય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.
વધુ વાંચો: દેશનું 81 ટકાથી વધુ મીઠું ગુજરાતમાં પાકે છે!
નાના અગરિયાઓ પર મુશ્કેલીનો માર
કચ્છના નાના રણમાં મોટાભાગના મીઠા ઉત્પાદકો 10 એકર કરતાં ઓછી જમીનમાં મીઠાનું ઉત્પાદન કરે છે. ત્યારે, સરકાર દ્વારા આપવામાં આવેલી પટ્ટાની જમીન મોટાભાગની કંપનીઓ હસ્તક છે. તેમની મર્યાદા 30 વર્ષની કરી દેવામાં આવતા મોટી કંપનીઓને જ મોટો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે નાના વિસ્તારોમાં મીઠું પકવતા અગરીયાઓ પોતાના રીતે મીઠું પકવે છે. જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી. તો બીજી તરફ કંપનીઓ દ્વારા ટેક્નોલોજીના મદદથી હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કરીને મીઠું પકવવામાં આવે છે. જેમાં મોટાભાગની કામગીરી અમુક તાલીમાર્થીઓ દ્વારા તેમની દેખરેખ રાખી કરવામાં આવે છે. જેના થકી ઉત્પાદન પ્રમાણે ઓછા લોકોને રોજગારી મળે છે. ત્યારે બીજી તરફ નાના અગરિયાઓ મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડે છે.
રાજ્યમાં મીઠાના ઉત્પાદનની આંકડાકીય માહિતી શું છે અગરિયાઓની માગણી?અગરિયાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા મીઠાના અગરિયાઓને જે સુવિધાઓ આપવામાં આવે છે તે પૂરતા પ્રમાણમાં નથી. અગરિયાઓને મીઠા પાણીની સુવિધા, મોબાઇલ મેડિકલ વાન, સ્કૂલ ઓન વ્હિલ, સોલાર પેનલ જેવી સુવિધાઓ તો આપવામાં આવી છે. પરંતુ મીઠાના ઉત્પાદન વધારવા માટે કોઈપણ જાતની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતી નથી. મીઠાનો સરકારે કોઈપણ ભાવ પણ ચોક્કસ નક્કી કર્યો નખી. તો બીજી તરફ કુદરતી રીતે મીઠામાં નુકસાની આવે તો સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી નથી. બીજી તરફ મીઠાના ઉત્પાદન માટે અગરિયાઓને આર્થિક રીતે બેન્કમાંથી લોન પણ મળતી નથી. કચ્છના નાના રણમાં સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ અંતર્ગત વન અધિકારના કાયદાઓ લાગુ કર્યા છે. જેના લીધે મોટી નુક્સાની અગરિયાઓને વેઠવી પડે છે. સંસ્થાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે, વનવિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને મીઠાના ઉત્પાદન દરમિયાન પરેશાન કરવામાં આવે છે. વનવિભાગના આવતી જમીનો અંતર્ગત અગરિયાઓ મીઠું પણ પકડી શક્તા નથી.
રાજ્યમાં મીઠાના ઉત્પાદનની આંકડાકીય માહિતી વધુ વાંચો: નવસારીનો એ દરિયા કિનારો, જ્યાંથી એક ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ 200 વર્ષ જૂના અંગ્રેજી શાસનનાં પાયા હલાવી નાંખ્યા