- સુરતમાં એનજીઓના સભ્યોએ કરી વડીલોના સાથમાં દિવાળીની ઉજવણી
- સુરતના વેસુમાં વૃદ્ધાશ્રમાં ભૂલેબીસરે ગીતો ગાવાનો કાર્યક્રમ યોજાયો
- વડીલોને મીઠાઈ-કપડાં પણ ભેટ આપવામાં આવ્યાં
સુરતઃ શહેરમાં વેસુ વિસ્તારમાં ભારતી મૈયા વૃદ્ધાશ્રમમાં ગઈકાલે લક્ષ્મીપૂજન કર્યા બાદ NGO ઓ સંસ્થાઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ભૂલેબીસરે ગીતો ગઈ Diwali ની ઉજવણી કરવામાં આવી હતી. NOGઓ સંસ્થાના એક સંચાલક લંકાપતિ રાયે જણાવ્યું કે અમે દર વર્ષે પોતાના પરિવાર તથા સંસ્થાઓ સાથે શહેરમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને મીઠાઈ-કપડાંઓ આપી દિવાળીની ઉજવણી કરીએ છીએ. જેથી વૃદ્ધાશ્રમના વૃદ્ધોનો અમને આશીર્વાદ મળે છે. દિવાળીના તહેવારમાં એમના ચહેરા ઉપર સ્મિત જોઈ અમને ખૂબ જ આનંદ અનુભવાય છે. અમે શહેરના ફૂટપાથ ઉપર રહેતા શ્રમિકવર્ગના પરિવારને પણ મીઠાઈ કપડા તથા તેમના બાળકોને નુકસાન ન થાય તેવા ફટાકડાઓ આપી દિવાળીની ઉજવણી કરીયે છીએ.
અનાથઆશ્રમમાં પણ થઈ ઉજવણી
શહેરના સોમેશ્વરા વિસ્તારમાં આવેલા અનાથાશ્રમમાં NGO સાથે મળી અનાથ બાળકો જોડે Diwali ની ઉજવણી કરવામાં આવી હતી. અન્ય સંસ્થાઓ પોતપોતાની રીતે આ અનાથ બાળકોને કપડા- મીઠાઈઓ ફટાકડાઓ આપવામાં આવે છે. આ આશ્રમમાં ઘણા બધા બાળકો એવા છે જેઓ સુરત શહેરમાં રેલવે, બસ સ્ટેશનો તથા ફૂટપાથ ઉપર રખડતા બાળકો, કામ કરતા બાળકો છે. જેઓ પોતાની ઓળખ ભૂલી ચૂક્યા હોય તેવા બાળકોને અહીં લાવી આશરો આપવામાં આવે છે. આ તમામ બાળકોનો મનોરંજનથી તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
બાળકો સરસ તૈયાર થઇ દિવાળી ઉજવે છે
અનાથાલય સંચાલક રાજેશ ઉપાધ્યાયે જણાવ્યું કે ભારત સરકારના નિયમ પ્રમાણે કોઈપણ ઉજવણી કરવામાં આવે તો ઉજવણીના ફોટા વિડિયો લેવાતા નથી કારણ કે બાળ ન્યાય અધિનિયમ 2015 કલમ 74 મુજબ બાળકોની ઓળખ છતી કરવા સામે પ્રતિબંધ છે. Diwali માં બાળકો ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ તેઓ પોતે જ લક્ષ્મીપૂજન કરે છે અને ત્યારબાદ જ દિવાળીની ઉજવણીઓ કરતા હોય છે. જેઓના માતાપિતા કોરોનામાં ડેથ થઈ હોય એવું કોઈ જ બાળક નથી કારણ કે બાળકોના માતાપિતા તો મળી જાય છે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબજ ખરાબ હોવાથી તેઓ બાળકોને અહીં આશ્રમમાં મૂકી જાય છે. એવા બાળકો પણ અહીં છે.
આ પણ વાંચોઃ વડોદરા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી
આ પણ વાંચોઃ દિવાળીના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ખેલાય છે અનોખુ ઈન્ગોરીયા યુદ્ધ