- તાપી જિલ્લા એન્ટીકરપ્શન બ્યૂરોની કાર્યવાહી
- જિલ્લા શિક્ષણ અધિકારી અને ક્લાર્કે માંગી 10 લાખની લાંચ
- ભ્રષ્ટાચારીઓની માનસિકતામાં સુધારો નહીં
સુરત (તાપી): લાંચના અનેક કિસ્સાઓ અખબારના પાને ચઢવા છતા હજુ ભ્રષ્ટાચારીઓની માનસિકતામાં કોઇ સુધારો આવતો નથી. કેતન શાહ કે જેઓ ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં આચાર્ય અને સંચાલક તરીકે ફરજ બજાવે છે. તેમની શાળામાં કેટલીક શાળાકીય કામગીરીના મુદ્દાઓ માટે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ ભરતભાઇ મંગળભાઇ પટેલે તેમને નોટિસ ફટકારી હતી. આ અંગેની કાર્યવાહી કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઇ પટેલ તેમજ કલર્ક દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
છટકા દરમિયાન લાંચનો થયો ખુલાસો
ફરિયાદી કેતન શાહે આ અંગે ACBને જાણ કરતા ACBના અધિકારીઓ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જો કે, આરોપીઓને ખ્યાલ આવી જતા તેમણે રૂપિયા સ્વીકાર્યા ન હતા. તેમ છતાં ટેલિફોનિક વાતો અને અન્ય પુરાવાને આધારે તાપી ACBએ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તેના કલાર્ક રવિ પટેલની અટકાયત કરી હતી.