- વોર્ડ નંબર-6ના 4 મહામંત્રીઓ રાજીનામું આપી શકે
- વોર્ડ નંબર 2, 3, 4, અને 6 કાર્યકર્તાઓ દ્વારા રાજીનામું આપવા માટે તૈયારી
- મહામંત્રીઓ કાર્યકર્તા દ્વારા વિરોધ
સુરત: શહેર ભાજપના વોર્ડ નંબર 2, 3, 4 અને 6ના કાર્યકર્તાઓ આજે રવિવારે શહેરના વરાછા મીની બજાર ખાતે એકઠા થઈને સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એમનું કહેવું હતું કે, સુરત શહેર ભાજપ પ્રમુખના ઈશારે ભાજપના જ કાર્યકર્તા નિતેશ વનાણીની ધરપકડ કરવામાં આવી છે. આવા આક્ષેપો સાથે જ સુરત શહેર ભાજપમાં ભડકો જોવામાં આવી રહ્યો છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના આવા વર્તનોથી ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો.
નિતેશ વનાણી સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ ધરપકડ કરવામાં આવી
નિતેશ વનાણી દ્વારા થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયામાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા વિશે કેટલીક પોસ્ટ કરી હતી. જો કે, ત્યારબાદ સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નિતેશ વનાણીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના ઇશારે જ નિતેશ વનાણીની ધરપકડ કરવામાં આવી હોય એવા આક્ષેપો સાથે વોર્ડ નંબર 2, 3, 4 અને 6ના પ્રમુખ, મહામંત્રીઓ કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે નિતેશ વનાણી ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ માનીતા અને ખુબ જ સક્રિય કાર્યકર્તાઓ માંથી એક છે નિતેશ વનાણીની નોંધી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પણ લીધી હતી. તેમ છતાં સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા નિતેશ વનાણીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ટિકિટની વહેંચણીને લઇ ભાજપમાં વિવાદ, રાજ્યના વિવિધ શહેરોમાં કાર્યકરોમાં ભડકો
નિતેશ વનાણી સાથે મારાં સારા સબંધ
આ બાબતને લઈને સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે, મારી એમની સાથે કોઈ પણ મત ભેદ નથી અને અમારા સંબંધ પણ સારા છે. એમની ધરપકડ હું શા માટે કરાવું અને આ વાતને લઈને વિરોધ થતો હોય એ વાતની મને જાણ જ નથી. ક્યા વોર્ડ માંથી કોણે રાજીનામું આપ્યું એ વાતની જાણ પણ મને નથી.
ભાજપના કાર્યકર્તાનું નિવેદન
ભાજપના કાર્યકર્તા નવીન નારાણી દ્વારા એમ કહેવામાં આવ્યું કે, અમારા નિતેશ વનાણીની જે ધરપકડ કરવામાં આવી એ પોલીસનો દુરૂપયોગ કરીને ધરપકડ કરવામાં આવી છે. શહેર પ્રમુખના કહેવાથી ધરપકડ કરવામાં આવી છે. એટલે અમે આ સહન નઈ કરી શકીએ. કાર્યકર્તાઓ તમામ વરાછા વિસ્તારના અને શહેરના ભેગા થઈ અને આનો વિરોધ અમે દર્શાવવાના છીએ. અમે ટોટલ રાજીનામું આપી શું અને આનો વિરોધ આખા ગુજરાતમાં કરીશું. અમારા કાર્યકર્તાને છોડવામાં ન આવે તો અમે સૌરાષ્ટ્રથી બધેથી કાર્યકર્તા સંમેલન બોલાવ્યું અને આ નેતાઓને ખબર પાડીશું કે આ કાર્યકર્તાની કેમ ધરપકડ કરવામાં આવી છે. કાર્યકર્તાઓની પાર્ટી છે નેતાઓની પાર્ટી નથી. સામાન્ય પોસ્ટથી ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાના વિરુદ્ધમાં કાંઇક લખ્યું હશે. તેમણે કામ કર્યા હશે તો જ લખ્યું હશેને. પણ તેમણે પહેલાં સમજવું જોઈએ ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. આ પોલીસ સ્ટેશન નથી. આજે કોઈ કાર્યકર્તા કાર્યાલય પર જતો હોય તો એમ લાગે છે. કાર્યકર્તાઓની આ વેદના બોલી રહી છે.