ETV Bharat / city

PSI બનવાનું સપનું અધુરું રહ્યુ, પણ પીએમ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ જીતીને જ જંપી સુરતની ધ્રુવીશા

રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં (Raksha Shakti University) સુરતની માત્ર 23 વર્ષીય ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથે મેળવ્યો હતો.

PSI બનવાનું સપનું અધુરું રહ્યા બાદ પીએમ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવનાર સુરતની ધ્રુવીશા

author img

By

Published : Mar 18, 2022, 3:12 PM IST

સુરત: રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં (Raksha Shakti University) સુરતની માત્ર 23 વર્ષીય ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથે મેળવ્યો હતો. લિગામેન્ટ ઈજાને કારણે PSI બનવાનું સપનું અધુરું રહ્યા બાદ હવે તે PI બનવા માટે તૈયારી કરી રહ્યી છે.

PSI બનવાનું સપનું અધુરું રહ્યા બાદ પીએમ મોદીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવનાર સુરતની ધ્રુવીશા

આ પણ વાંચો: RRU Convocation 2022: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ, PM મોદી ઉપસ્થિત રહેશે

શૈક્ષણિક સંસ્થા રક્ષા શક્તિ યુનિવર્સિટી : સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થા રક્ષા શક્તિ યુનિવર્સિટીને (Raksha Shakti University) રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 23 વર્ષની ધ્રુવીશા તરસરીયાએ બેચલર ઓફ આર્ટસમાં ઓર્ડર ઓફ મેરીટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેને લઇને પ્રધાનપ્રધાન દ્વારા તેને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. તેઓ અગાઉ ડિપ્લોમા ઇન પોલીસ સાયન્સનો કોર્સ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: NFSU Honoring Forensic Women Scientists: NFSU યુનિવર્સિટી દ્વારા 11 ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન

મારી મહેનત મને ભવિષ્યમાં કામ લાગશે : ધ્રુવીશાબેને જણાવ્યું હતું કે, મારી આ મહેનતનો શ્રેય મારા માતા-પિતાને જાય છે. મારે ખાખી વરદી પહેરીને દેશની સેવા કરવાનું સપનું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે મેડલ મળ્યો તેની ખુશી ખૂબ જ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી લવાડમાં 4 વર્ષના કોર્સ દરમિયાન જ્યારે તે બંધ રહી, ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પરિણામ સારું આવ્યું છે. મેં PSIની ભરતી આવી ત્યારે પણ ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ બે મહિના અગાઉ મારા લિગામેન્ટમાં ઈજા થઈ હતી અને તેને કારણે ડોક્ટરે મને દોડવાની ના પાડી હતી, પરંતુ જેમ તેમ કરીને મેં રનિંગ પાસ કર્યું હતું.

મને પીએસઆઇ બનવા માટે ચાન્સ ન અપાયો: જોકે તે સમયે જરૂરી 158 સે.મી. ની ઊંચાઈને બદલે મારી ઈજાને કારણે હું ઉભી ન રહી શકતા ઓનલાઈન મારી હાઈટ 156 સે.મી. બતાવાઈ હતી. મેં અનેક અરજી કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર જે થયું તેને માન્ય રાખીને મને પીએસઆઇ બનવા માટે ચાન્સ ન અપાયો હતો પરંતુ હું વિશ્વાસ રાખું છું કે ભલે મને તે ભરતી ન મળી શકી પરંતુ મારી મહેનત મને ભવિષ્યમાં કામ લાગશે.મને ખુબ જ ખુશી છે કે મને દેશના વડા પ્રધાન ના હસ્તે મેડલ મળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.